હાલમાં સમગ્ર દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારોને ફરી એકવાર કડક પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે. આ કારણોસર, ઘણા રાજ્યોમાં વીકએન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અનેક કડક પગલાં લીધા છે. જેમાં ફરજિયાત માસ્કનો પણ સમાવેશ થાય છે. પરંતુ એક દંપતીને આ નિયમ ગમ્યો નહીં. પોલીસે તેમની કાર અટકાવી ત્યારે કારમાં બેઠેલી મહિલાએ તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમના પિતા પણ પોલીસમાં હોવાનું કહીને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral video) થયો છે. જેમાં જોવા મળે છે કે, પોલીસકર્મીઓએ એક મહિલા અને તેના પતિને માસ્ક ન પહેરવા બદલ રોક્યા હતા. આ દરમિયાન બંનેએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પતિ અને પત્ની પોલીસકર્મચારી સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે.
પોલીસે પંકજ દત્તા અને તેની પત્ની આભા યાદવ સામે ફરિયાદ દાખલ કરી છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે જ અહીં નાઇટ કર્ફ્યૂની સાથે સાથે વીકેન્ડ કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. કારમાં બેઠેલી મહિલાએ પોલીસકર્મીઓ સાથે હોબાળો મચાવ્યો અને કલાકો સુધી નાટક શરુ રાખ્યું.
પોલીસે માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું હતું. પોલીસે કારણ પૂછતા જ મહિલા પોલીકર્મીઓ સાથે ગેરવર્તન કરવા લાગી હતી અને કહેવા લાગી હતી કે તેણી દંડ નહીં ભરે. આ દરમિયાન મહિલાએ ધમકી આપતા કહ્યું કે, “મારો બાપ પણ પોલીસમાં છે અને તે એસઆઈ છે. આવી ગયા માસ્કના નામે દંડ માંગનારા ભિખારીઓ…”
એટલુ જ નહીં આ દરમિયાન પોલીસે જ્યારે મહિલાને માસ્ક કેમ નથી પહેર્યુ તેવું પુછ્યુ તો મહિલાએ જવાબ વાળ્યો હતો કે, હું તો આને કિસ કરીશ, રોકી શકો તો રોકી લ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દંપતીએ ન તો ચહેરા પર માસ્ક પહેર્યું ન હતું. મહિલાએ પોલીસકર્મીઓને દુર્વ્યવહાર પણ કર્યો હતો… આરોપી મહિલાએ કહ્યું કે, ‘કોઈ કોરોના નથી, લોકોને બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે.’
દિલ્હી પોલીસે મહિલા સ્ટાફને પોલીસ સ્ટેશનથી બોલાવ્યો હતો અને તેમની સહાયથી દંપતીને પોલીસ સ્ટેશન લાવ્યો હતા. અને બંને આરોપીઓની કલમ 188 અને 51 બી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમનું ચલણ પણ કાપવામાં આવ્યું હતું. બંનેની ઓળખ પંકજ દત્તા અને આભા યાદવ તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના દિલ્હીના દરિયાગંજ વિસ્તારની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.