કોરોના કાળમાં ઘણા પોલીસકર્મીઓ પણ ફ્રન્ટ લાઇન વર્કર તરીકે લોકોની સેવા કરી રહ્યા છે અને કોરોના પ્રોટોકોલનું પણ સખત પાલન કરી રહ્યા છે. પરંતુ તેમની ફરજ બજાવતી વખતે, ઘણા પોલીસ અથવા તો કોરોનાનો શિકાર બન્યા હતા અથવા તેમનું બીજી અન્ય રીતે દુ:ખદ અકસ્માત સર્જાયો. આવી જ એક ઘટના દિલ્હીના વસંત વિહાર માંથી સામે આવી છે, જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલ 40 મીટર સુધી ઘસડાયો હતો અને ત્યારબાદ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચડાવી દીધી ગાડી
આ ઘટના શનિવારે સવારે ચાર વાગ્યે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહી છે કે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ મુનશીલાલ તેની ફરજ ઉપર હતા. તે દરમ્યાન એક સફેદ કલરની કાર તેમની તરફ પુર ઝડપે આવી અને તેમને ટક્કર મારી દીધી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ત્યાં પાર્ક કરેલી બાઇક પણ ભૂકો બોલી ગઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ 40 મીટર સુધી ઘસડાયો હતો. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ખરાબ રીતે ઘાયલ થયા હતા અને તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોના તમામ પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા નહીં.
કાર ચલાવતી વખતે ઊંઘ આવી ગઈ: આરોપી
પોલીસે આરોપી સમિત યાદવની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સમિતે જણાવ્યું કે, તેઓ ગુડગાંવની મેક્સ હોસ્પિટલથી પાછા આવી રહ્યા હતા. કોરોનાને કારણે તેમના પત્ની ત્યાં સારવાર લઇ રહ્યા છે. પરંતુ પરત ફરતા સમયે તેમને ઊંઘ આવી ગઈ અને આ અકસ્માત થયો. પોલીસ દ્વારા આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. લોકોના જણાવ્યા અનુસાર, કારચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ હ્રદયસ્પર્શી વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આરોપીએ સફેદ રંગની કાર દ્વારા પહેલા કોન્સ્ટેબલને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તે થોડે દૂર રસ્તા પર પડી ગયા હતા. નજીકના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને ઉભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલી ઘટના નથી જ્યાં ફરજ બજાવતી વખતે કોઈ પોલીસ જવાનનું મોત નીપજ્યું છે. આ પહેલા પણ અનેક વખત આવી ઘટના સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.