દિલ્હીની ભીષણ આગ વચ્ચે રાજેશ શુક્લાનું નામ ચર્ચાય રહ્યું છે. દિલ્હીના રાજેશ શુક્લા અસલ શબ્દોમાં ફાયરમેન તરીકે ઉભર્યા છે. જેમની તમામ જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. દિલ્હીની આગમાં જ્યાં 43 લોકો મોતને ભેટ્યા ત્યાં રાજેશે 11 લોકોનો જીવ બચાવ્યો છે.
રાજેશ શુક્લા ભીષણ આગની વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર પ્રવેશ્યા અને ત્યાંથી 11 લોકોને સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો. જો કે બચાવની કામગીરી કરવામાં તેઓ પોતે પણ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જે પછી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને રાજેશ શુક્લાની મુલાકાત લઈ ટ્વીટર પર આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.
સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરી માહિતી આપતા કહ્યું હતું કે, ‘‘ફાયરમેન રાજેશ શુક્લા વાસ્તવિક હિરો છે. ફાયર સ્પોટમાં પ્રવેશ કરનારા તેઓ પ્રથમ ફાયરમેન હતા અને તેમણે એક બાદ એક એમ 11 લોકોનો જીવ બચાવ્યો. પોતાના હાકડામાં થયેલી ઈજા છતાં તેમણે અંત સુધી કર્યું પોતાનું કામ. આ વીરને સલામ’’
પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલાં લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. સાથે-સાથે દિલ્હીમાં ઘટેલી ગમખ્વાર ઘટનાની મુલાકાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતકના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મૃતકના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.