રાજધાની દિલ્હીના મુંડકા(Delhi Mundka fire)માં લાગેલી ભીષણ આગની ઘટનાને લઈને કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સરકાર આ ભયાનક આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10-10 લાખનું વળતર આપશે. આ સિવાય જે લોકો ઘાયલ થયા છે તેમને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે સવારે દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યોન હતો.
આ દરમિયાન સીએમ કેજરીવાલની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને દિલ્હી પ્રશાસન ઉપરાંત ફાયર વિભાગ અને દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. દિલ્હી સરકારે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
દર્દનાક અકસ્માતમાં 27 લોકો જીવતા દાઝી ગયા:
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુંડકામાં લાગેલી આ ભયાનક આગમાં 27 લોકો જીવતા હોમાઈ ગયા હતા. જ્યારે, 60 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સિવાય લગભગ 27 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.
CM કેજરીવાલે શું કહ્યું?
આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ઘટનામાં શરીર ખૂબ જ વિકૃત થઈ ગયું છે. ઓળખાતી નથી. આથી એફએસએલ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવીશું, જેથી જાણી શકાય કે લાશ કોની છે. શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના.
પીએમ મોદીએ ગઈકાલે જ સહાયની રકમની જાહેરાત કરી હતી:
તમને જણાવી દઈએ કે, આ આગ પર ઊંડો શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા સમાન પીએમ રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.