દિલ્હી હિંસામાં મોતના મુખમાંથી બચેલા ACP અનુજ કુમારે ખોલ્યા આ રાઝ, જાણશો તો રૂવાટા ઉભા થઈ જશે

દિલ્હીની હિંસા સમયે ઘાયલ થયેલા પોલીસના જાંબાઝ ઓફિસર ACP અનુજ કુમાર હવે ICU માંથી બહાર આવ્યા છે. એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતાં ACP અનુજ કુમારે જણાવતા કહ્યું છે કે, એ દિવસે ભીડ બેકાબૂ બની ગઈ હતી. આ હિંસામાં શહીદ થયેલા રતનલલા તેમની સાથે જ હતા. પહેલાં તો એમ લાગ્યું કે રતનલાલને પથ્થર વાગ્યો છે પણ ખરેખર તેમને ગોળી વાગી હતી. DCP શાહદરા અમિત રસ્તા પર બેભાન પડ્યા હતા. જેઓના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું. તેમના માથામાં હેલમેટ ઘૂસી ગયું હતું. ACP અનુજ કુમારે 24 મી તારીખે ચાંદબાગમાં ફરજ બજાવતા હતા. આ જ સમયે હિંસા ભડકી હતી. અનુજ કુમાર સાથે DCP અમિત શર્મા પણ સાથે હાજર હતા. જે હાલમાં હોસ્પિટલમાં છે. આ ઓફિસરો સાથે જ હેડ કોન્સ્ટેબલ રતનલાલ પણ હતા. જેઓ હિંસાખોરો સાથે કાર્યવાહીમાં મોતને ભેટ્યા છે.

ACP અનુજ કુમાર કહે છે કે, સવારના 11થી સાડા અગિયાર વાગ્યાનો સમય થયો હતો. આ સમયે DCP અમિત શર્મા અને હેડ કોન્સ્ટેબલ રતનલાલ અમારાથી 800થી 1000 મીટર આગળ હાજર હતા. 23 તારીખે કેટલાક પ્રદર્શન કારીઓએ વજીરાબાદ રોડ રોકી દીધો હતો. જેને ભારે મુશ્કેલીઓ બાદ ખોલ્યો હતો. પોલીસને સૂચના હતી કે રોડ ખુલ્લો રહેવો જોઈએ. વિરોધને સર્વિસ રોડ સુધી જ સીમિત રાખવાના આદેશો હતા. એટલા માટે ત્યાં સુરક્ષાદળોની બે કંપનીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર હતા.

જ્યાં ધીમેધીમે ભીડ ભેગી થવા લાગી હતી. એમાં મહિલાઓ પણ હાજર હતી. અમે એમને વિરોધ પ્રદર્શન માટે સર્વિસ રોડ સુધી સમજાવી રહ્યાં હતા પરંતુ ભીડ પોલીસની વાત સાંભળવા જ તૈયાર ન હતી. મહિલા પોલીસ કર્મીની મદદથી અમે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ સમયે કેટલાક લોકોએ અફવા ઉડાવી કે પોલીસે ફાયરિંગ શરૂ કર્યું છે. જેમાં મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે. અમે આ બાબતની સત્યતાની ચકાસણી કરી રહ્યાં હતા ત્યાં ભીડ જોરદાર ભેગી થવા લાગી હતી. સર્વિસ રોડ આખો ભરાઈ ગયો હતો. આ વચ્ચે સુરક્ષાકર્મીઓ પણ ચારે તરફ બંદોબસ્તમાં લાગી ગયા હતા. હવે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે માત્ર 12થી 15 મીટરનું જ અંતર રહી ગયું હતું.

એ સમયે પથ્થરબાજી શરૂ થઈ ગઈ, રોડનું કામકાજ ચાલી રહ્યું હોવાથી ઢગલાબંધ પથ્થરો ત્યાં હતા. લોકો પાસે પાવડા, કોદાળી જોવા મળી હતી. એકવાર પથ્થરમારો શરૂ થયા બાદ અમે અશ્રુગેસનો પ્રયોગ કર્યો પણ અંતર ઓછું હોવાથી એ આઈડિયા કામ કરી રહ્યો ન હતો. આ અફરા તફરી વચ્ચે 10 મીનિટ બાદ જ્યારે પ્રદર્શનકારી ભાગી ચૂકયા ત્યારે સૌથી પહેલાં મે ડીસીપી સરને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

જેઓ એક ડિવાઈડર પાસે પડ્યા હતા. જેઓના મોઢા પર ગંભીર ઇજાઓ હતી. તેઓ બેહોશ થઈ ગયા હતા. ભીડ બહુ જ ઉગ્ર બની ગઈ હતી. અમે સીધા નીકળવાને બદલે ડીસીપીને લઇને યમુનાવિહાર તરફ ભાગ્યા હતા. જો અમે ત્યાંથી ભાગ્યા ન હોત તો અમને પણ મોતને ઘાટ ઉતારી દેવાત. હાલમાં દિલ્હીમાં હિંસા બાદ શાંતિનો માહોલ છે. પોલીસ લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. ગાડીઓ ચાલવા લાગી છે. પોલીસ સૂચના આપી રહી છે કે કોઈએ અફવા પર ધ્યાન દેવાની જરૂર નથી.

દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં કુલ 41 લોકોના મોત જ્યારે કે 200થી વધારે લોકો ઘાયલ થયા છે. હિંસાની ઘટના બાદ અત્યાર સુધીમાં 123 એફઆઈઆર અને 360 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસામાં મૃતક્યુ પામેલા શખ્સના પરિવારને સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેનની તુરંત ધરપકડ કરવાની માગ કરવામાં આવી રહી છે. હિંસાની ઘટના બાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અનિલ બૈજલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી તો વળી હિંસાગ્રસ્ત વિસ્તારમાં હજી પણ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *