નિષ્ફળ થયેલી કોંગ્રેસ, ફરી એક વાર ભારત પર શાશન કરવા આ બે મોટા માથાને કરશે તૈયાર. જાણો વિગતે

ગુજરાતમાં હાલમાં રાજ્યસભાની 2 બેઠક માટે વિધાનસભાની ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના 8 નેતાઓના નામ ઉપર હાલમાં ખુબ જ ચર્ચા સાંભળવા મળી રહી છે.…

ગુજરાતમાં હાલમાં રાજ્યસભાની 2 બેઠક માટે વિધાનસભાની ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના 8 નેતાઓના નામ ઉપર હાલમાં ખુબ જ ચર્ચા સાંભળવા મળી રહી છે. એ 8 નેતાઓમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવડીયાનું નામ મોખરે સાંભળવા મળી રહ્યું છે. તે ઉપરાંત સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી અને મધુસુદન મિસ્ત્રીનું નામ પણ ચર્ચામાં છે. બાલુભાઈ પટેલ, હિમાંશુ વ્યાસે પણ રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે વળી બાલુભાઈ પટેલ દ્વારા પક્ષ પાસે પહેલીવખત માંગણી કરાતા પક્ષના નેતાઓ મુંઝાયા છે. જોકે, મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરવા કે ન કરવા તે અંગે પણ નેતાઓ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.

એક સમયે રણનીતિના સિંહો ગણાતા નેતાને રાજ્યસભામાં મોકલવાની કવાયત

હવે ગુજરાત કોંગ્રેસ એક સમયે રણનીતિના સિંહો ગણાતા નેતાને રાજ્યસભામાં મોકલવાની કવાયત આદરી રહ્યું છે. આ તમામ નેતાઓ થોડા સમયથી ગુજરાતના રાજકારણમાં ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસની બાગડોર હવે પરેશ ધાનાણી અને અમિત ચાવડા જેવા નેતાઓના હાથમાં છે. ત્યારે જૂના જોગીઓને સંતોષવા માટે તો ક્યાંક કોંગ્રેસ રાજ્યસભાવાળી નથી કરી રહ્યું ને તે પણ વાત નકારી શકાય નહીં.

મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરવા જરૂરી

મળતી માહિતી પ્રમાણે, મધુસુદન મિસ્ત્રીને કોંગ્રેસ ગુમાવશે નહીં. મધુસુદન મિસ્ત્રીને કોંગ્રેસ રિપીટ કરશે કારણ કે તેમની રાજ્યસભામાં ખુબ જ જરૂર પડી શકે તેમ છે. મધુસુદન મિસ્ત્રીએ જ નેતા છે જેણે આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરા બેઠક ઉપરથી ટક્કર આપી હતી. જોકે, તેઓ તે સમયે હારી ગયા હતા. વડોદરાની બેઠક ઉપરથી ચૂંટણી લડવાના કારણે જ મધુસુદન મિસ્ત્રી તે સમયે ચર્ચામાં આવ્યા હતા. કોંગ્રેસ માટે લોકસભાની છેલ્લી બે ટર્મ નિરાશાજનક રહી છે. તેની પાછળનું કારણ એ છે કે કોંગ્રેસે 26માંથી 26 બેઠકો ગુમાવી અને તેના કોઈ પણ સાંસદે લોકસભામાં પ્રતિનિધિત્વ નથી કર્યું. એક દાયકા જેટલો સમય વિતી જશે જ્યારે ગુજરાત કોંગ્રેસમાંથી કોઈ પણ સાંસદ લોકસભાના દ્રારે નથી પહોંચ્યો. આ વચ્ચે કદાવર નેતાઓમાં સામેલ થતા મધુસુદન મિસ્ત્રીના નામ પર રિપીટ નામનો સિક્કો મારે તો નવાઈ નહીં.

શક્તિસિંહ અને અર્જૂન મોઢવાડિયા

એક સમયે કોંગ્રેસને સાચવવાની જવાબદારી શક્તિસિંહ અને અર્જૂન મોઢવાડિયા આ બે નેતાઓના શીરે હતી. નરેન્દ્ર મોદીને આ બે નેતાઓ ખરેખરની ટક્કર આપતા હતા. એક સમય હતો જ્યારે શક્તિસિંહ, અર્જૂન અને શંકરસિંહ વાઘેલાની ત્રિપુટી ભાજપના સંખ્યાબળને વિધાનસભામાં હંફાવી દેતી હતી. 2012ની ચૂંટણીમાં તો ભાવનગર ગ્રામ્યથી શક્તિસિંહ ગોહિલ ભાજપના પુરષોત્તમ સોલંકી સામે અને પોરબંદરથી અર્જૂન મોઢવાડિયાને બાબુ બોખીરિયા સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

કોંગ્રેસને પણ એ જ વાતનો ડર હતો કે, ગુજરાતના રાજકારણના આ બે સિંહો કયા ખોવાઈ ગયા. શક્તિસિંહને પ્રભારી બનવાનો વારો આવ્યો જ્યારે અર્જૂન મોઢવાડિયા કોઈ કોઈ વાર જ કોંગ્રેસની સભાઓમાં અલપ-ઝલપ દેખાયા કરે છે. ત્યારે આગામી સમયમાં આ બંન્ને નેતાઓને ગુજરાત કોંગ્રેસ મેદાનમાં ઉતારશે તો અચૂક રાજ્યસભામાં ભાજપને બરાબરની ટક્કર મળવાની છે. કારણ કે ગુજરાત વિધાનસભામાં પણ ભાજપની સરકારને આ બને નેતાઓ હંફાવી ચૂક્યા છે.

સિદ્ધાર્થ પટેલ

ચિમનભાઈ પટેલના દીકરા સિદ્ધાર્થ પટેલની ગણતરી પણ ગુજરાત કોંગ્રેસના શક્તિશાળી રાજકારણીઓમાં થાય છે. તેઓ ચાર વખત ડભોઈથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં નેતૃત્વ કરી ચૂક્યા છે. 2017માં તેઓ ડભોઈથી જ ઉતરેલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પટેલ સામે હારી ગયા હતા. જેથી કોંગ્રેસ ફરી એક વખત ભાજપને રાજ્યસભામાં ટક્કર આપવા માટે સિદ્ધાર્થ પટેલ પર પસંદગીની મહોર મારી શકે છે.

ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસના એક સમયના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકી પણ રાજ્યસભામાં જાય તેવી પૂરતી શક્યતા છે. આ નામની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ભરતસિંહ સોલંકી ગુજરાતના રાજકારણનું સૌથી મોટું નામ છે. ગુજરાત કોંગ્રેસની અધ્યક્ષ તરીકેની તેઓ બાગડોર પણ સંભાળી ચૂક્યા છે. મનમોહન સિંહની સરકારમાં પાણી અને સેનિટેશન ક્ષેત્રનો સ્વતંત્ર હવાલો પણ તેમણે સંભાળ્યો હતો. જોકે, 2014માં તેઓ ભાજપના દિલીપ પટેલ સામે લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *