હિન્દુ મહિલાની દર્દનાક હત્યા કરી લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધી- આરોપી બીજું કોઈ નહી પણ…

દિલ્હી(Delhi)માં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. 54 વર્ષીય હિન્દુ મહિલાની હત્યા(Hindu women murder) કર્યા બાદ ત્રણ આરોપીઓએ તેના…

દિલ્હી(Delhi)માં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. 54 વર્ષીય હિન્દુ મહિલાની હત્યા(Hindu women murder) કર્યા બાદ ત્રણ આરોપીઓએ તેના મૃતદેહનો નિકાલ કરવાના ઈરાદાથી કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. તે જ સમયે, પોલીસે મહિલાની લાશને કબજે કરતી વખતે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે, આ કેસમાં કબ્રસ્તાન(Cemetery)ના કેરટેકરની પણ ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેણે રાત્રે મૃતદેહને દફનાવવાની પરવાનગી આપી હતી અને રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી ન કરવા બદલ આરોપી પાસેથી 5000 રૂપિયા લીધા હતા.

પોલીસે મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મીના 2 જાન્યુઆરીથી ગુમ હતી. સંબંધીઓએ આ અંગે મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ તેને શોધી રહી હતી. પરિવારને અગાઉ એક આરોપી મોબીન પર શંકા હતી કે મોબીને મીના સાથે કંઇક ખોટું કર્યું છે.

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી :
પરિવારજનોની સૂચના પર પોલીસે મોબીનને કસ્ટડીમાં લીધો અને કડક પૂછપરછ કરી, ત્યારબાદ સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. મૃતક મહિલાના સંબંધીઓએ જણાવ્યું કે મહિલા માઈક્રો ફાયનાન્સર હતી. તે પશ્ચિમ દિલ્હીમાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવાનો બિઝનેસ કરતી હતી. મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે મીનાનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. આ પછી, તેને કંઈક અજુગતું હોવાની શંકા હતી. ત્યારબાદ 7 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ મુસ્લિમ હોવાનું કહેવાય છે.

મોબાઈલ લોકેશનના આધારે પોલીસ પહોંચી:
તે જ સમયે, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન અમને પીડિતા સાથે છેલ્લા બે ફોન કરનારાઓનું એક જ લોકેશન મળ્યું હતું. તેના આધારે આરોપી મોબીનની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કંઈ જાણવા મળ્યું ન હતું. આ પછી પોલીસે અન્ય એક શકમંદ નવીનની પૂછપરછ કરી. તેણે પોતાની સંડોવણી કબૂલી હતી. આરોપીઓએ જણાવ્યું કે, તે અને મોબીન 4-5 વર્ષથી એકબીજાને ઓળખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *