સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી બે મુખ્ય વેપાર ધંધા ટેકસ્ટાઇલ અને ડાયમંડને ખુબ ખરાબ અસર થવા પામી છે. ડાયમંડ ઉદ્યોગમાં ઘણાં એકમો બંધ થયા છે અને તેને કારણે રત્ન કલાકારો હાલાકી ભોગવી રહ્યાં છે. ડરના માર્યા ઘણાં રત્નકલાકારો વતન જઈ રહ્યાં છે. રોજગારી ગુમાવનાર રત્નકલાકારો માટે રુ. 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ મૂકવામાં આવી છે.
એક બાજુ મુંબઈનું હીરા બજાર બંધ હોવાને કારણે અહીયાના હીરાના કારખાનેદરો તૈયાર માલ ક્યાં વેચવો એની મુજવણમાં છે.જેના કારણે હીરા બજાર ના કામો પણ સ્થગિત થયા છે.
રત્ન કલાકાર વિકાસ સંઘે માગણી મૂકતાં જણાવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે રત્ન કલાકારો એકમો બંધ થયાં હોવાથી વતન નીકળી રહ્યાં છે, અત્યારે રોજગારી નથી. વળી જો કોરોના સંક્રમિત થવાના કિસ્સામાં હોસ્પિટલ દાખલ થવું પડે તો, સરકાર તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.
લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારને સરકાર તરફથી સહાય આપવામાં આવતી હોય છે, ત્યારે હાલના સંજોગોમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રુ. 5 લાખનું પેકેજ આપવામાં આવે અને રત્ન કલાકારોને આર્થિક સહાય આપી શકાય તે માટે એક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે.
હાલમાં પણ સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી રત્નકલાકારો પોતાના મૂળ વતન તરફ હિજરત કરી રહ્યા છે કેમ કે તેમની પાસે અન્ય કોઈ રસ્તો બચ્યો નથી.એવામાં જો રાજ્ય સરકાર જો કોઈ આર્થિક પેકેજ ની જાહેરાત કરે તો તેમને ઘણો ફાયદો મળે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news