ગુજરાત(Gujarat): હાલમાં જોવા જઈએ તો દિવસે ગરમી, વાદળછાયુ વાતાવરણ અને રાતે ઠંડી એમ ત્રણ ઋતુનો લોકો અલગ અલગ અનુભવ કરી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અમદાવાદ(Ahmedabad) પૂર્વના વિસ્તારોમાં ડેન્ગ્યુ(Dengue) અને પશ્ચિમના વિસ્તારોમાં ચિકનગુનિયા(Chikungunya)ના દર્દીઓથી વિવિધ વિસ્તારોમાં આવેલા દવાખાનાઓ અને હોસ્પિટલો હાઉસફુલ(Hospitals housefull) જોવા મળી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા રોગચાળાને લઈ જે સત્તાવાર આંક જાહેર કરવામાં આવે છે એથી વિપરીત સ્થિતિ હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. ગયા વર્ષે શહેરમાં ડેન્ગ્યુના દસ મહિનામાં 359 જેટલા કેસ નોંધાયા હતાં. જેની તુલનામાં આ વર્ષે અત્યાર સુધીમાં 1800 થી વધુ કેસો નોંધાયા છે અને હોસ્પિટલો છલકાવવા લાગી છે.
મળતી માહિતી અનુસાર, પ્રથમ ઓકટોબરથી નવમી નવેમ્બર સુધીમાં અમદાવાદ શહેરમાં મેલેરીયાના 27 કેસ, ઝેરી મેલેરીયાના 05 કેસ, ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. પાણીજન્ય રોગમાં ઝાડા-ઉલ્ટીના 170 કેસ, કમળાના 43 કેસ, ટાઈફોઈડના 41 કેસો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી-2020થી ઓકટોબર-2020 સુધીમાં મેલેરીયાના 571 જેટલા કેસો નોંધાયા હતાં.
જેની તુલનામાં વાત કરવામાં આવે તો આ વર્ષે મેલેરીયાના 769 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરીયાના ગયા વર્ષે 50 જેટલા કેસ નોંધાયા હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં મેલેરીયાના 73 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના ગયા વર્ષે ઓકટોબર મહિના સુધીમાં 359 કેસ નોંધાયા હતાં. જયારે આ વર્ષે અત્યાર સુધીમાં 1820 કેસ નોંધાઈ ચુક્યા છે. ચિકનગુનિયાના ગયા વર્ષે 587 કેસ ઓકટોબર મહિના સુધીમાં નોંધાયા હતાં. ત્યારે હવે આ વર્ષે અત્યાર સુધીમાં 914 ચિકનગુનિયાના કેસ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે.
નવ દિવસમાં ડેન્ગ્યુ માટે 1501 જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે. પાણીના પોલ્યુશનની વધી રહેલી ફરિયાદોની કીધે હવે આ મહિને નવ દિવસમાં ઝાડા-ઉલ્ટીના 170 કેસ, કમળાના 43 અને ટાઈફોઈડના 41 કેસ નોંધાયા હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
ગત વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર મહિના સુધીમાં ઝાડા-ઉલ્ટીના 1904 જેટલા કેસો નોંધાયા હતા. ત્યારે હવે આ વર્ષે ઓકટોબર મહિના સુધીમાં 2878 કેસ નોંધાયા છે. ગયા વર્ષે કમળાના 601 જેટલા કેસ સામે આવ્યા હતા. આ વર્ષે 1051 કેસ ઓકટોબર મહિના સુધીમાં સામે આવ્યા છે. ગયા વર્ષે ટાઈફોઈડના 1131 કેસ સામે આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 1622 કેસ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.