મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવાર સવારે એક મોટો ઉલટફેર જોવા મળ્યો. રાતોરાત બદલાયેલા સમીકરણો બાદ રાજભવનમાં રાજ્યપાલે મુખ્યમંત્રી પદનાં શપથ બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને અપાવ્યા અને ડેપ્યૂટી સીએમ પદનાં શપથ અજીત પવારે લીધા. શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂર હતી. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ફરી સીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસજી અને અજીત પવારજીને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના શપથ લેવા માટે શુભેચ્છા. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે.અત્યાર સુધી કૉંગ્રેસ અને શિવસેનાની સાથે વાતચીત કરી રહેલી એનસીપીએ અચાનક બીજેપીનો હાથ પકડી લેતા ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે, જેના પર અજીત પવારે જવાબ આપ્યો છે.
મહારાષ્ટ્ર ખેડૂતો અને અન્ય પ્રશ્નોનો સામનો કરી રહ્યું હતી:
અજીત પવારે શપથ લીધા બાદ પત્રકારોને કહ્યું કે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નીકાળવા માટે પાર્ટીએ બીજેપીની સાથે ગઠબંધન કર્યું છે. તેમણે કહ્યું કે, “રિઝલ્ટ આવ્યા બાદથી કોઈ પાર્ટી સરકાર નહોતી બની શકી રહી, મહારાષ્ટ્ર ખેડૂતોની સમસ્યાઓ સહિત ઘણા પ્રશ્નોનો સામનો કરી રહ્યું હતુ. આ કારણે સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો.”
મહારાષ્ટ્રને સ્થિર સરકારની જરૂરિયાત હતી:
બીજી તરફ શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, “શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે અને રાજ્યને ખિચડી સરકારની જરૂર નહોતી. અમે ચૂંટણી જીતી અને શિવસેના પાછળ હટી ગઈ. મહારાષ્ટ્રને સ્થિર શાસનની જરૂરિયાત હતી. આ માટે અમે સાથે આવ્યા. અમે રાજ્યને એક સ્થિર સરકાર આપીશું.”
શરદ પવારની પીએમ મોદી સાથેની મુલાકાતે પલટી બાજી?
ઉલ્લેખનીય છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ એનસીપી ચીફ શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આમ તો પવારે પીએમ મોદી સાથે મહારાષ્ટ્રમાં ખેડૂતોનાં મુદ્દા પર મુલાકાત કરી હતી, પરંતુ હવે રાજ્યમાં સરકાર ગઠનની પ્રક્રિયાને લઇને આ મુલાકાતને જોવામાં આવી રહી છે. આ પહેલા પીએમએ રાજ્યસભામાં એનસીપીની પ્રશંસા કરીને સૌને ચોંકાવી દીધા હતા. જો કે તે સમયે શિવસેનાએ આ મુલાકાતને સામાન્ય ગણાવી હતી અને કોઈપણ પ્રકારની ખિચડી રંધાતી હોવાથી ઇનકાર કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.