કોરોના વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા મહત્વની જાહેરાતો- જાણો વિગતે

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ વાયરસ ને કારણે ઘણાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કૂદકેને ભૂસકે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ અને ખતરો બન્ને વધતો રહ્યો છે. ત્યારે આજ રાજ્યના ડેપ્યૂટી CM નીતિન પટેલે ખાસ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવતાં કહ્યું છે, કે ગુજરાત અને સમગ્ર દેશમાં કેસ સતત વધી રહ્યા છે. જેને લીધે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે.

વેપારીઓને પણ દુકાન, શોરૂમમાં પણ માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે.જ્યાં વધુ લોકો એકત્ર થતા હોય ત્યાં પણ માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. પણ, સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનું કોઈપણ વ્યક્તિ ભંગ કરશે તો માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂપિયા 200નો દંડ વસુલવામાં આવશે.

નીતિન પટેલે પણ ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિણ સંકૂલમાં પણ ઓટોમેટિક સેનિટાઈઝેશન મશીન મુકાયું હોવાની જાહેરાત કરી હતી. આની સિવાય રાજ્યમાં જુદી-જુદી જગ્યાએ સેનિટાઈઝેશન માટે ઘણાં પ્રયત્નો થતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આની સિવાય તેમણે કોરોનાને લીધે સતર્કતા રાખવા માટે જણાવતાં કહ્યું હતું, કે ઘણી એવી સોસાયટીમાં પોતાના ખર્ચે સેનેટાઈઝીંગ માટેની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં કરોડો રુપિયાના ખર્ચે સરકારે પ્રયાસ કર્યા છે.

વળી, અમેરિકાએ ભણતા વિદ્યાર્થીઓની માટે આપેલ આંચકાજનક સમાચાર અંગે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ વાતચીત કરતાં તેમણે જણાવતાં કહ્યું કે, અમેરિકાની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી અંગે રજૂઆત કરવામાં આવશે. તે માટે ભારત સરકાર દ્વારા ઉચ્ચકક્ષાએથી નિકાલ લાવે તેવી અપેક્ષા પણ સેવી હતી.

તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે સીધુ કરવાનુ કાઈ થતુ જ નથી. મોટાભાગના વિદ્યાર્થી અમેરીકામા ભણે છે, નોકરી કરે છે. જેમના વિઝા રદ થયા છે, તે ખુબ નુકશાનકારક છે. ભારત સરકાર દ્વારા આવા બધા લોકોને સુરક્ષા મળે એવી પણ વ્યવસ્થા કરવામાં આવે એવી આશા છે.

તેમણે જણાવતાં કહ્યું હતું કે, અમારા એક મંત્રી રમણ પાટકરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. તમામ ધારાસભ્યોને તેઓ વારંવાર બધા લોકોને મળવા જતા હોય છે. તેથી તેઓ આ સંક્રમણનો ભોગ બન્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *