આસારામ બાપુની જેમ જેલમાં રહેલા રામ રહીમને ફરીવાર મળી જેલ બહાર આવવાની મંજુરી, દિવાળી માટે કોર્ટે આપી આટલા દિવસોની છૂટ

રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી છે. રામ રહીમ 40 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રામ રહીમને ઉત્તર પ્રદેશના બાગપત આશ્રમમાં લઈ જવામાં આવી રહ્યો છે. શનિવારે સવારે 6.55 કલાકે બાગપત જવા રવાના થયા હતા. હકીકતમાં, ગુરમીત રામ રહીમ સાધ્વી યૌન શોષણ કેસમાં રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યા છે. ગુરમીત રામ રહીમની 40 દિવસની પેરોલ અરજી શુક્રવારે સ્વીકારવામાં આવી હતી.

કોણ છે ગુરમીત રામ રહીમ

જણાવી દઈએ કે, ગુરમીત રામ રહીમ સિંહની 40 દિવસની પેરોલ અરજી સ્વીકારવામાં આવી છે. આદમપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા આ પગલું ભરવામાં આવ્યું છે. આદમપુરમાં 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. અગાઉ, ડેરા ચીફને જૂનમાં એક મહિનાની પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરીમાં તેને ત્રણ અઠવાડિયાની રજા આપવામાં આવી હતી.

રામ રહીમ

ગુરમીત રામરહીમ ડેરાના સિરસા હેડક્વાર્ટરમાં તેના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઓગસ્ટ 2017માં પંચકુલામાં સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો.

ગુરમીત રામરહીમને 2002માં ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ ચાર અન્ય લોકો સાથે ગયા વર્ષે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ડેરા ચીફ અને અન્ય ત્રણને પણ 2019માં 16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડેરા સચ્ચા સૌદા(Dera Sacha Sauda)ના વડા ગુરમીત રામ રહીમ સિંહ(Gurmeet Ram Rahim Singh)ને રણજીત સિંહ હત્યા કેસ(Ranjit Singh Murder Case)માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 4 આરોપીઓને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈની વિશેષ કોર્ટે(CBI Special Court) રણજીત સિંહની હત્યામાં રામ રહીમ સહિત 5 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમને 31 લાખ અને અન્ય 4 દોષિતોને 50-50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *