ગુજરાતમાં 7 એપ્રિલના રોજ રાસાયણિક ખાતરો બનાવનારી કંપનીએ રાસાયણિક ખાતરો ઉપર કમરતોડ ભાવ વધારો નાખ્યો. આવો ભાવ વધારો ભૂતકાળમાં એક સાથે ક્યારે આવ્યો નથી આ ભાવ વધારાને લઇને સમગ્ર રાજ્યના ખેડૂતો એનો વિરોધ નોંધાવી રહ્યા છે.
રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન MSB છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી એક વાત ભાષણોમાં એ કરતી આવી છે. અમારી સરકાર એ પોષણક્ષમ ભાવો આપવા માટે સફળ છે. આ વાહિયાત વાતો કરતા કરતા અનેક વખત આ મુદ્દાને લઈને ખેડૂતો પાસે મતો માંગ્યા છે. આ સરકાર ખેડૂતોને નથી આપી શકી પાણી, સમયે નથી આપ્યો પાક વીમો, વીજળી પણ પુરતી નથી મળી રહેતી. આ રાજ્યની ખેતી કેમ નિષ્ફળ જાય છે તેનાં માટે સતતને સતત આ સરકારનો મનસુબો કામ કરતો રહ્યો છે.
રાસાયણિક ખાતરનો કમરતોડ વધારો ૭ એપ્રિલે ૨૦૨૧ ના રોજ થયો તેને લઇને ૯ મી એપ્રિલે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાએ જણાવેલ કે, આ ભાવ વધારો અમે પરત ખેચેલ છે અને જુના ભાવે ખેડુતોને રાસાયણિક ખાતરો મળશે. 7 એપ્રિલે ભાવ વધાર્યા બાદ 9 એપ્રિલે સરકાર દ્વારા મીટીંગ બોલાવવામાં આવે તેનો શું ફાયદો?
અત્રે નોંધનીય છે કે, બે મહિના પહેલા સરકાર દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈએ અફવા ફેલાવી હોવાનું જણાવીને વાત ટાળી દીધી હતી. પરંતુ આજે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા સાબિત થયું કે, બે મહિના પહેલા પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે અફવા ગણાવવામાં આવી હતી.
તે સમયે સરકારની ખેડુત વિરોધી અને ખેડુતોને ગુમરાહ કરવાની માનસિકતા અંગે આ ભાવ વધારો કેટલા સમય સીધી પરત ખેચ્યો છે? પરંતુ ખેદ સાથે કહેવાનુ મન થાય છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાના ૯ મી એપ્રિલે આપેલ આશ્વાસનના શબ્દો એક મહીનો પણ ઉભા ન રહ્યા અને ખેડુતો 1 મે ના રોજથી નવા ભાવ વધારા મુજબ રાસાયણિક ખાતર ખરીદવા માટે મજબુર બનશે .
આજરોજ સરકાર દ્વારા DAP રાસાયણિક ખાતરની થેલીના ૧૨૦૦/- રૂપિયા હતા. જેના ભાવ વધારીને સીધા ૧૯૦૦/- રૂપિયા કરવામાં આવ્યા છે. જયારે NPK રાસાયણિક ખાતરની થેલીના ૧૧૮૫/- રૂપિયા હતા. જેના ભાવ વધારીને સીધા ૧૮૦૦/- રૂપિયા કરવામાં આવ્યા છે. અને ASP રાસાયણિક ખાતરની થેલીના ૯૭૫/- રૂપિયા હતા. જેના ભાવ વધારીને સીધા ૧૩૫૦/- રૂપિયા કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.