સુરત મનપાની સામાન્ય સભા જોવા પહોંચેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત- જુઓ વિડીયો

થોડા સમય પહેલા જ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાય હતી. જે પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા ગત 10 માર્ચના રોજ અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી.

આજરોજ સુરત, રાજકોટ અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે. જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી તો સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે. ડપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. ત્યારબાદ મેયર સહિતના પદાધિકારીઓ સાથે પ્રથમ બોર્ડની બેઠક મહાપાલિકા દ્વારા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજી છે.

જેમાં સુરત આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને ઉંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે આપના દિનેશ કાછડિયાને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.

મેયર સહિતના હોદ્દેદારોની વરણી
સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. સુરતના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે. હેમાલી બોઘાવાલા મેયર બનતાં ભાજપના નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સ્થાયી સમિતિની ટીમ
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટ, ઉર્વશી પટેલ, ચીમન પટેલ, દક્ષેશ વાઘાણી, સુધાકર ચૌધરી, મનીષા મહાત્મા, ભૂષણ પાટીલ, રશ્મિબેન, અમીતાબેન પટેલ, ધર્મેશ ભાલાળાની પસંદગી કરવામાં આવી છે.

સામાન્ય સભામાં આપે હોબાળો મચાવ્યો
આજે પ્રથમ સામાન્ય સભા હોવાને લઈને આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રેલી યોજીને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા 27 કોર્પોરેટરો સાથે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવા મળ્યો હતો. જ્યારે રેલીમાં જોડાયેલા નેતાઓએ માસ્ક પણ ન પહેર્યા હોવાનું નજરે પડ્યું હતું. ઓડિટોરિયમમાં બેઠકને લઈ આપ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો. આ સાથે બેઠકમાં ધારાસભ્ય હોવાની વાતને લઈને આપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને દિનેશ કાછડિયાને ઉંચકીને ઓડિટોરિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *