દેવભૂમિ દ્વારકામાં માર્ગ અકસ્માતમાં દીકરાની નજર સામે જ માતાપિતાના કરૂણ મોત થતાં સર્જાઈ કરૂણાંતિકા

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં રવિવારનો દિવસ ખુબ…

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં રવિવારનો દિવસ ખુબ ભયંકર સાબિત થયો છે. બપોરનાં સમયે બોલેરો તથા એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ પતિ-પત્નીનું મોત થયું હતું જ્યારે દીકરાને ગંભીર ઇજા પહોંચી હતી. રવિવારનાં બપોરનાં સમયે ફક્ત 12 વર્ષીય દીકરાએ કાળમુખા અકસ્માતમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી નાખતા હૈયાફાટ રૂદન કર્યું હતું.

મળી રહેલ જાણકારી મુજબ બપોરનાં સમયે જામખંભાળિયા ભાણવડ રોડ પર માંઝા ગામ નજીક આ કરૂણાંતિકા સર્જાઈ હતી. અહીં એક પીકઅપ ડાલાએ એક્ટિવાને અડફેટે લીધી હતી. એક્ટિવામાં સવાર પતિ-પત્ની તથા બાળક ફંગોળાઈને ફેંકાઈ ગયા હતા. જ્યારે એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્મતની આ ઘટનામાં પટકાયેલા પતિ-પત્નીને સારવાર મળે એનાં પહેલાં જ તેમના પ્રાણપંખીડા ઉડી ગયા હતા જ્યારે માતાપિતા પુત્રની નજર સામે જ મોતને ભેટતાં એક માસુમ બાળકની દુનિયા લૂંટાઈ ગઈ છે. હૈયુ ચીરી નાખતી આ કરૂણાંતિકામાં ભાણવડાના દંપતીનું મોત નીપજ્યું છે.

અકસ્માતની આ ઘટનામાં કેતન પરમાર તથા જ્યોતિ પરમાર મૃત્યુ પામ્યા છે. આ ઘટના બન્યાં પછી સ્થાનિક લોકોએ આવીને 108ને જાણ કરી હતી. આની સાથે જ એમ્બ્યુલન્સ આવે એનાં પહેલાં જ પરમાર પરિવારના મોભીઓના અવસાન થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બાળકનો સદ્દનસીબે જીવ બચી ગયો છે, જેને તાત્કાલિક તકેદારી રાખી હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *