સલામત સવારી બની ‘મોતની સવારી’ – કારણે ગંભીર રીતે ટક્કર મરતા ચાર યુવાનોના કરૂણ મોત

દેશભરમાં સતત ખરાબ ડ્રાઈવરના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગુજરાતમાં પણ અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ…

દેશભરમાં સતત ખરાબ ડ્રાઈવરના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગુજરાતમાં પણ અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ રોજ અકસ્માતમાં કમોતે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ કચ્છ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે એકનું સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે, આ અકસ્માતમાં ચાર યુવાનોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ 108ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા હાઈવે પરના જ સોલડી ગામના ચાર સ્થાનીક યુવાન કાર લઈને કોઈ કામ અર્થે હજુ ગામની બહાર હાઈવે પર પહોંચ્યા જ હતા તે સમયે મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસી કાળ બનીને ટકરાઈ અને ચારે યુવાનને બરખી ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. તત્કાલીન ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર ઉંમર વર્ષ આશરે 30 રહેવાસી સોલડી, રમેશભાઈ તળશીભાઇ રેવર ઉંમર વર્ષ 35 રહેવાસી સોલડી, દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ ઉંમર વર્ષ 33 રહે ધ્રાંગધ્રાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે દલપત ભાઈ મોતીભાઈ જાદવ (રહે.સર્વોદય સોસાયટી) સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *