રાજસ્થાન: જયપુર જિલ્લાના કોટપુતલીમાં એક ઢાબા પર ફાયરિંગ થયું હતું. મોડી રાત્રે ત્રણ બદમાશો પુતલી પાવર હાઉસ સામે શર્મા હોલી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. બદમાશોએ ઢાબા પર ભીંડાની શાકભાજી ન બનાવવા બદલ ગોળીબાર કર્યો હતો. પહેલા તો યુવકોએ ઢાબા માલિક અને નોકરોને માર માર્યો હતો. ખૂબ તોફાનો થયા અને તોડફોડ પણ કરી હતી. ફાયરિંગ બાદ ત્રણેય ભાગી ગયા હતા. માહિતી મળતાં પોલીસે બદમાશોની શોધખોળ શરૂ કરી અને શુક્રવારે સવારે કોટપુતલીથી તેમની ધરપકડ કરી હતી.
જયપુર ગ્રામ્યના એસપી શંકરદત્ત શર્માએ જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવા માટે આરપીએસ રામકુમાર કાસવાન અને દિનેશ કુમાર યાદવે ઇન્સ્પેક્ટર દિલીપ સિંહ સાથે મળીને એક ટીમ બનાવી હતી. કોટપુતલી ઢાબા પર ફાયરિંગ કરનાર ઓમપ્રકાશ ઉર્ફે ઓમી પુત્ર ધરમપાલ ગુર્જર, વિજય ગુર્જર પુત્ર બલબીર અને સુમેર કુમાર ઉર્ફે કાલુ પુત્ર ખ્યાલરામની ધરપકડ કરવામાં આવી છે.
કોટપુટલીમાં ગુરુવારે મોડી રાત્રે 12:21 વાગ્યે પુટલી પાવર હાઉસ સામે શર્મા હોલી રેસ્ટોરન્ટમાં કેટલાક યુવાનો ખાવા માટે આવ્યા હતા. ઢાબાના માલિક કમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે ભીંડીનું શાક બનવા કહ્યું ત્યારે વેઈટરે તેમને કહ્યું હતું કે, એ શાક નથી. તેણે કહ્યું હતું કે, બીજી શાકભાજી ખાઈ લો. આથી યુવક ગુસ્સે થયો હતો. યુવાનોએ ત્યાં હંગામો મચાવી માર મારવાનું શરૂ કર્યું હતું. ખુરશી ટેબલ તોડી નાખ્યા હતા. ત્યાબાદ ગોળીબાર કરવાની ધમકી આપી બદમાશો ત્યાંથી ચાલ્યા ગયા હતા. 5 મિનિટ બાદ યુવક ફરી આવ્યો અને ફાયરિંગ કર્યું હતું.
ઢાબામાં માર માર્યા પછી ત્યાંથી ફરાર થયા બાદ રાત્રે બદમાશો ફરીથી આવ્યા હતા. તેણે ઢાબાની સામે ઉભા રહીને ગોળીબાર કર્યો હતો. બંદૂકની ગોળી સામે રહેલા ફ્રિજને પર કરીને દિવાલમાં ઘુસી ગઈ હતી. ફાયરિંગની માહિતી મળતા કોટપુટલી એસએચઓ દિલીપસિંહ શેખાવત પહોંચી ગયા હતા. રાત્રે જ બદમાશોને પકડવા માટે સબ ઇન્સ્પેક્ટર જયપ્રકાશ, મનોજ કુમાર, ધરમપાલની એક ટીમ બનાવવામાં આવી હતી. બદમાશોની ઓળખ થયા બાદ આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.