ધૈર્યાની હત્યા બાદ લોકો બેટી બચાઓની ખૂબ વાતો કરે છે, પણ ધૈર્યા પૂછી રહી છે મારો શું વાંક? વાંચો

ઝોએબ શેખ: હંમેશા મારો જ વાંક…!!! અમારે વડોદરે નવરાત્રી એટલે કાયદેસર બહેન-દીકરીઓને માથે ચડાવીને ગર્વ કરવાનો અવસર. આ અવસરનાં આઠમાં નોરતે ગુજરાતનાં શૌર્ય એવા ગીર…

ઝોએબ શેખ: હંમેશા મારો જ વાંક…!!! અમારે વડોદરે નવરાત્રી એટલે કાયદેસર બહેન-દીકરીઓને માથે ચડાવીને ગર્વ કરવાનો અવસર. આ અવસરનાં આઠમાં નોરતે ગુજરાતનાં શૌર્ય એવા ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં તાલાલા(Talala) તાલુકાનાં ધાવા-ગીર ગામે એક 14 વર્ષની દીકરી ધૈર્યા અકબરી(Dhairya Akbari)ની બલી ચડાવીને જીવાત પડે ત્યાં સુધી સડાવી. મનુષ્ય સાથે દૈવી-શક્તિને પગે કચડી નાખવાં જેવું કૃત્ય કર્યું છે.

દીકરીની જાતિ કે ધર્મથી કોઈ લેવાદેવા નથી, પરંતુ મૃત્યુના કારણથી ઘણું બધું શીખવાની જરૂર છે. મંગળ પર પહોંચેલો મનુષ્ય હજી કઈ મંગળ-ધારણાઓમાં જીવે છે..?? પુત્ર-પ્રાપ્તિની ઝંખના હોય કે ધન મેળવવાની લાલસા, આખરે મરો આવા નિર્દોષનો જ કેમ..?? મવાલી સાથે પ્રેમલગ્ન કરીને ભાગી જતી દીકરીઓ માટે ફક્ત તે જ જવાબદાર કેમ..?? આ ઘટના પણ માંડ બહાર આવી. સેકડો ઘટનાઓ જે ઇતિહાસમાં દફન થઈ ગઈ છે તેમનું શું..?? દીકરીઓને જીવતી દફન કરવી, બાળલગ્ન કે સતીપ્રથા માંથી બહાર આવ્યાનો મતલબ શું..?? હજારો સવાલો છે. હંમેશા નિર્દોષ દીકરીઓ જ કેમ..??

નવરાત્રીના આઠમાં નોરતે ક્રૂર પિતાએ આ કારણે પોતાની જ દીકરીની બલી ચડાવી- જાણો ગુજરાતમાં ક્યાં બની ધ્રુજાવી દેતી ઘટના
https://trishulnews.com/a-family-sacrificed-their-daughter-in-talala/gujarat/ 

મારી દીકરી મારું ગર્વ, પપ્પાની પરી, વ્હાલનો દરિયો, દીકરી રહેમત, દીકરી જન્નત, દીકરી ઘરનો સહારો, દીકરી ઇજ્જત, દીકરી ઘરેણું, દીકરી સન્માન, દીકરી અભિયાન… હાંક થું… આજે આ શબ્દો આપણા મોઢામાંથી નીકળેલ હળાહળ જૂઠ લાગે છે.

ઘણી બહેનો પાસે હાથે રાખડી બંધાવી ભાઈ બન્યો, ત્યારે ખબર પડી કે, 80% બહેનો જાતીય શોષણનો ભોગ બનેલી છે. ઘરમાં કાકા, પિતરાઈ ભાઈ, પાડોશી, માસા, ફુવા વગેરે ઘણા બધા દીકરીની ફાટેલી જીન્સમાં ડોક્યા કરતા જોવા મળે છે. કહેવાય કોને..?? કહે તો દીકરીઓનો જ વાંક. વાંકનો ડર ના હોય તો માતા-પિતા અને સમાજમાં રહેલી પોતાની ઇજ્જતનો ડર. કોઈક હિંમત કરી નાખે તો સમાજના કે ગામના બની બેઠેલા હોદ્દેદારો કે ઠેકેદારો દોડી આવે. સમજાવે, મનાવે, પૈસા આપે, ધમકાવે કે સત્તાના જોરે સમાજમાંથી બરતરફની લુખ્ખાઈઓ કરે. માફ કરજો કદાચ આ જ આપણી સંસ્કૃતિ છે એટલે એની સામે અવાજ ઉઠાવવો ન જોઈએ.

14 વર્ષની દીકરીને રહેંસી નાખી બલિ ચડાવી દેનાર ભાવેશ અકબરીને લઈને ચોંકાવનારૂ તથ્ય આવું બહાર- જાણો શું?

https://trishulnews.com/bhavesh-akbari-who-abandoned-his-14-year-old-daughter-posted-2018-my-daughter-my-pride/gujarat/

જે ભડવાઓ પોતાની બે ઇંચની વસ્તુ સાચવી નથી શકતાં એ સાલાઓ દીકરીઓને શું સાચવવાના હતા..??
ક્યાં સુધી યાર…!!! હજી ક્યાં સુધી…!? ક્યાં સુધી કેન્ડલ માર્ચ..?? ક્યાં સુધી આવેદનપત્રો..?? ક્યાં સુધી નુક્કડ પર ચર્ચાઓ..?? ક્યાં સુધી ખોટો-ખોટો ગુસ્સો..?? ક્યાં સુધી મોટા-મોટા બેનરો..?? ક્યાં સુધી આમ જ દેખાડો..?? આખરે ક્યાં સુધીમાં આ ભૂલી જશો એ પણ કહી દો… આ તાંત્રિકો અને બાબાઓને છોડો યાર. જે ઈશ્વરે દીકરીને લક્ષ્મી કે રહેમત બનાવીને મોકલી છે, તેની સાથે આવું શૈતાની કે રાક્ષસી કૃત્ય કરી તમે કોની સામે બાંયો ચડાવી રહ્યા છો એ તો વિચારો.

દીકરીને જીવતી કાપી નાખી છતાં કળિયુગી માબાપના ચહેરા પર નથી પસ્તાવો- જુઓ શું બોલી રહ્યા છે ધૈર્યા ના મમ્મી…

https://trishulnews.com/see-what-dheryas-mom-is-saying/gujarat/

મારા લેખમાં શબ્દો અને મારું નામ વાંચી જાતિ કે ધર્મની કમેન્ટ કરવાં આવતાં પહેલા, તમારા ઘરમાં રહેલી બહેન દીકરીને માથે હાથ મૂકી હિંમત આપી પૂછજો, તો ખબર પડશે કે સમાજમાં રહેલા તમારા પોતાના કેટલાં છે..!! જવાબ સાંભળીને સમાજમાં બળવો પોકારી જશો તેની ગેરંટી. આ વાત દરેક જાતિ-ધર્મ માટે છે. કોઈ દૂધનું ધોયેલું નથી. મારી ધૈર્યા જેવું ધૈર્ય આપણે રાખવાની જરૂર નથી. હવે બાયો ચઢાવવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *