રાવણ સાથે સીધા કોન્ટેક્ટ વાળા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા હવે સરકારના હાથમાં, મળશે Y સિક્યુરિટી

Dhirendra Krishna Shastri got Y category security: બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Bageshwar Sarkar Security) હિન્દુ રાષ્ટ્રની માંગને લઈને સતત હેડલાઈન્સમાં છે. આ સાથે કેન્દ્ર તરફથી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને કેન્દ્ર સરકાર દ્વારા Y શ્રેણીની સુરક્ષા (Y category security) આપવામાં આવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ઘણી વખત કહી રહ્યા છે કે અમારો જીવ જોખમમાં છે. આ સાથે તેમની કથાઓમાં લાખોની ભીડ ઉમટી રહી છે. આ કારણે આયોજકોને પણ પરસેવો છૂટી જાય છે. સાથે જ સ્થાનિક પોલીસને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા માટે પટના ગયા હતા. દરમ્યાન તેમના ચાહકો એટલા બેકાબૂ થઈ ગયા કે તેઓ પટના એરપોર્ટના રનવે પર પહોંચી ગયા. તેમના ભક્તો બાબાના ચાર્ટર પ્લેન સુધી પહોંચી ગયા હતા. ત્યારથી તેમની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હવે તેમને કેન્દ્ર સરકાર દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં એમપીના બાલાઘાટ જિલ્લામાં રામ કથા કહી રહ્યા છે.

છતરપુરમાં છે બાગેશ્વર ધામ

વાસ્તવમાં, થોડા મહિનામાં જ સમગ્ર દેશમાં બાગેશ્વર ધામ સરકારની ખ્યાતિ ઘણી વધી ગઈ છે. આ સાથે વિવાદ પણ વધી રહ્યો છે. તેમનો આશ્રમ છત્તરપુર જિલ્લાના ગારહા ગામમાં છે. ત્યાં બાગેશ્વર બાલાજીનું મંદિર છે. મંદિર પાસે એક કોમ્યુનિટી હોલ છે, જેમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રહે છે. જ્યારે તેઓ બાગેશ્વર ધામમાં રોકાય છે ત્યારે ત્યાં પણ લાખો ભક્તો ઉમટી પડે છે.

શું છે Y કેટેગરીની સુરક્ષા?

સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ લોકોને Y-કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. સુરક્ષા કોર્ડનમાં એક કે બે કમાન્ડો સહિત આઠ પોલીસ કર્મચારીઓ હોય છે. આ જવાનો સીઆરપીએફના છે. બીજી તરફ જેઓને વાય કેટેગરીની સુરક્ષા મળે છે, તેમની સાથે આ જવાનોનું પણ એક વર્તુળ છે. તેમજ બે PSO આપવામાં આવેલ છે. આ તમામ ઈન્સ્પેક્ટર રેન્કના હોય છે. આવી સુરક્ષા ગૃહ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *