Dhirendra Krishna Shastri, Rajkot: બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) હાલ ગુજરાત (Gujarat) રાજ્યના પ્રવાસે છે અને આજે તેમના રાજકોટ (Rajkot) માં પોતાના દિવ્ય દરબારનો બીજો દિવસ છે. આ પહેલા ગઈકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર (Dhirendra Shastri Divya Darbar) યોજાયો હતો. આ દરબારમાં કેટલાક ભક્તો પોતાની સમસ્યા અને ફરિયાદો લઈને બાબા પાસે આવ્યા હતા.
આ દિવ્ય દરબારમાં જામનગરથી પ્રકાશ નામનો શખ્સ બાબા પાસે પોતાની સમસ્યા લઈને આવ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ તેમણે એક મંદિર અને આશ્રમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બાગેશ્વર બાબાએ સ્ટેજ પરથી જ તેમના માટે દાનનો ધોધ વહાવી દીધો હતો.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સાંભળવા માટે જામનગરથી આવેલા પ્રકાશભાઈ બાબા પાસે આવ્યા હતા. જયારે તેમની પરચામાં વારી અવી ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા તેમની સમસ્યા જણાવી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે તેમના પિતાજી છેલ્લા 14 વર્ષથી ગુમ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓના પિતા હજી પણ જીવંત છે. સાથે સાથે તેઓએ જણાવ્યું કે, જામનગર નજીક એક મંદિર અને આશ્રમ બનાવવાની ઈચ્છા હતી અને આશ્રમ માટે છેલ્લા ઘણા સમયથી ફંડ એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા. બાબાએ દિવ્ય દરબારમાં આવેલા લોકોને જ દાન આપવા પહેલ કરવા કહ્યું હતું.
ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા દરબારમાં આવેલા હરિભક્તો પાસેથી જ મોટી સંખ્યામાં ફંડ પ્રકાશભાઈને એકઠું કરી આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તમારા આશ્રમનું કામ હવે શરૂ કરી દો. આશ્રમના નિર્માણ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીએ માટે દાતાઓ પણ મળશે અને આ કામ માટે હું શરૂઆત કરવા માંગુ છું. પ્રાપ્ત માહિતી અનુસાર દરબારમાં આવેલા લોકો પાસેથી શાસ્ત્રીજીએ ફંડ એકઠું કર્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.