Dhirendra Shastri hypnotized and extorted money, Rajkot: બાગેશ્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી મળી છે. ગઈકાલે તારીખ 1 જુન 2023 ના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. આ દરબારમાં હજારો શ્રદ્ધાળુઓ પડ્યા હતા. હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે, રાજકોટના એક વ્યક્તિએ બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના ધીરેન્દ્ર શાસ્ત્રી Dhirendra Shastri વિરુદ્ધ પોલીસ કમિશ્નર કચેરીમાં છેતરપિંડીની અરજી કરી છે.
તમને જણાવી દઈએ કે, બાબા સામે બેઠેલા હજારો શ્રદ્ધાળુઓ માંથી કોઈને મંચ ઉપર બોલાવી તેમના પ્રશ્નોના નિકાલ કરે છે. ગઈકાલે આવું જ કઈક થયું… જામનગરના એક શ્રદ્ધાળુને બાબાએ સ્ટેજ ઉપર બોલાવ્યા હતા. જામનગરના એક શ્રદ્ધાળુનો આરોપ છે કે, બાબાએ મને હિપ્નોટાઈઝ કરીને મારી પાસેથી 13,000 રૂપિયા પડાવી લીધા હતા.
રાજકોટના પત્રકાર હેમલ વિઠાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી મોકલી છે. આ અરજીમાં જણાવ્યું છે કે, જામનગરના શ્રદ્ધાળુને મંદિર નિર્માણનો ફાળો આપવાનો કહી તેને હિપ્નોટાઈઝ કરીને 13,000 પડાવવાનો આરોપ લગાવ્યો છે. સાથોસાથ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફાળો ઉઘરાવવા ધીરેન્દ્ર શાસ્ત્રી હિપ્નોટાઈઝ કરી રહ્યા છે.
અરજદારે દાવો કર્યો છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ ઉપર શ્રદ્ધાળુઓને હિપ્નોટાઈઝ કરી રહ્યા છે. અરજદારનો આરોપ છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રદ્ધાળુઓ પાસે પૈસા આપવા આદેશ કરે છે. આટલું જ નહીં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા 13000 રૂપિયા પડાવવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
બાબાના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા શ્રદ્ધાળુ
તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બે દિવસના રાજકોટ પ્રવાસે છે. રાજકોટમાં બાબાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ સાંજના સમયે રેસકોર્સ મેદાન પર બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.