અમદાવાદ(ગુજરાત): છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા વાહનચોરીના કેસોને રોકવા માટે તથા આરોપીઓને ધડપકડ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની આદેશને પગલે ધોળકા પીઆઇની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. મળેલી માહિતીના આધારે પોલીસે 2 આરોપીને ચોરીની બાઇક સાથે ધડપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કરેલી પૂછપરછમાં વધુ 14 બાઇક ચોરીનો કેસ ઉકેલાયો હતો. જેના પગલે પોલીસે 15 બાઇક જપ્ત કરીને 2.26 લાખનો માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાહનચોરીના ગુના ઉકેલવા તથા આરોપીઓને પકડી લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી. જેના કારણે ધોળકા પોલીસ મથકના પીઆઇ એલ.બી.તડવી સહિતની પોલીસ ટીમ વાહન ચેકિંગમાં લાગી હતી. ત્યારે 2 જુલાઇના રોજ સાંજના સમયે ધોળકા બાપાસીતારામ મઢુલી મધીયા રોડ બગોદરા રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે દિગ્વિજયસિંહ બળવંતસિંહને મળેલી માહિતીના આધારે પોલીસે ચોરીના બાઇક સાથે 2 વ્યક્તિને પકડી પાડ્યા હતા.
જેમાં કુલદિપસિંહ સુખદેવસિંહ વાઘેલા તથા ભુપેન્દ્ર ઉર્ફે ગોગો કહળસંગ મકવાણાને પકડીને તેઓની પાસેથી બાઇક અને મોબાઇલ મળી કુલ 18500 રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. આરોપી પાસેથી મળી આવેલા બાઇકનો નંબર પોકેટ કોપમાં તપાસ કરતાં બાઇક ધોળકા બેંક ઓફ બરોડા સામેથી ચોરી થયાનું સામે આવ્યું હતું. આરોપીઓની કરેલી પૂછપરછમાં ધોળકાના વિવિધ વિસ્તારમાંથી છેલ્લા 6 મહિનામાંથી 13 બાઇક ચોરીની કબૂલાત કરી હતી.
કુલદિપસિંહે પોતાની બાઇકનો ઉપયોગ બાઇક ચોરીમાં કર્યો હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ છેલ્લા 6 મહિનામાં ધોળકા ટાઉનના અનેક વિસ્તારમાંથી 14 જેટલી બાઇક ચોરી કરી હતી. જેથી પોલીસે ચોરીમાં ઉપયોગ કરેલા બાઇક સાથે 15 બાઇકને જપ્ત કરી હતી. પોલીસે કુલ 2,34,500 રૂપિયાનો માલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.