સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે 6 વિકેટથી સાઉથ આફ્રિકન ટીમને હરાવી દીધી હતી, જેમાં રોહિત શર્માની સદી, યઝુવેન્દ્ર ચહલની 4 વિકેટ અને બૂમરાહની ઘાતક બોલિંગે જીત અપાવી હતી.
આ મેચમાં રોહિત શર્માની સદી સિવાય મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ પણ ચર્ચામાં રહ્યા હતા. ધોનીએ વિકેટકીપિંગ ગ્લવ્સ પહેર્યા હતા, તેના પર એક અનોખું પ્રતિ ચિહ્ન જોવા મળ્યું હતું, જેનો ઉપયોગ બધા નથી કરી શકતા. આ નિશાનના બેઝનો ઉપયોગ પેરા-કમાન્ડો કરી શકે છે. આ બેઝને બલિદાન બેઝ તરીકે ઓળખાય છે.
ઉલ્લેખનીય છે કે, ધોનીની ક્રિકેટમાં ઉપલબ્ધીઓને ધ્યાનમાં રાખીને 2011મા પ્રાદેશિક સેનામાં તેને માનદ લેફ્ટનન્ટ કર્નલની રેન્ક તેને આપવામાં આવી હતી. ધોની આ સન્માન મેળવનાર કપિલ દેવ બાદ બીજો ભારતીય ક્રિકેટર બની ગયો હતો. ધોનીએ ગ્લવ્સમાં જે બેઝ લગાવ્યો હતો, તેનો ફક્ત પેરા-કમાન્ડો જ લગાવી શકે. એટલે હાલમાં ક્રિકેટના ગ્રાઉન્ડ પર ધોની સિવાય કોઇની પાસેએ તાકત નથી કે તે બલિદાન બેઝ લગાવી શકે.
That’s the regimental dagger insignia of the Indian Para Special Forces on Dhoni’s gloves: pic.twitter.com/YKoA5Az54o
— Shiv Aroor (@ShivAroor) June 5, 2019
પેરાશૂટ રેજિમેન્ટની સ્પેશિયલ ફોર્સ પાસે જ તેમના અલગ બેઝ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેઝમાં બલિદાન શબ્દને દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યો છે. આ બેઝ ચાંદીની ધાતુથી બનેલો હોય છે, જેના ઉપર લાલ પ્લાસ્ટિકનું આવરણ હોય છે. આ બેઝ ફક્ત પેરા-કમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.