સોશિયલ મીડિયા પર દિયા મિર્ઝા ખુબ ચર્ચાનું કેન્દ્ર બની છે. આની સાથે જ છેલ્લા કેટલાંક દિવસોથી તેના લગ્નને લઇ ચર્ચામાં આવી હતી. લગ્નના 1 મહિના પછી તે પતિ વૈભવની સાથે માલદિવમાં હનિમૂન એન્જોય કરી રહી છે. તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે.
જો કે, તેની સાથે દિયા આજકાલ પ્રદૂષણથી થતાં નુકસાન અંગે પણ અનેક લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં જ તેણે આની માટે ટ્વિટ પણ કરી હતી. જેમાં એણે જણાવ્યું હતું કે, પ્રદૂષણને લીધે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પર ખૂબ જ ખરાબ અસર થાય છે.
દિયાએ હાલમાં ટ્વિટ કરતાં એક રિસર્ચ રિપોર્ટને ટેગ કરીને લખ્યું હતું કે, પર્યાવરણમાં રહેલ ઝેરી રસાયણથી શુક્રાણુઓની સંખ્યા તેમજ ટેસ્ટિકલ્સ પર અસર પડે છે. જેને લીધે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પર ખુબ અસર થાય છે. દિયાએ આગળ લખ્યું હતું કે, આ જાણકારી પછી હવે કદાચ લોકો પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થશે. દિયાની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Now maybe the world will take #ClimateCrises and #AirPollution a little more seriously? https://t.co/zSHfek3iWN
— Dia Mirza (@deespeak) March 26, 2021
એક મહિના અગાઉ દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યાં હતાં :
આપને જણાવી દઈએ કે, દિયા હમેશાં તેની ટ્વિટ દ્વારા લોકોને પ્રકૃતિની અગત્યતાને સમજાવતી રહેતી હોય છે. આની પહેલાં પણ વર્ષની શરૂઆતમાં જ દિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી તમામ લોકો માટે એક વેકઅપ કોલ છે, હવે આપણે સૌએ પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવું પડશે.
દિયા મિર્ઝાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા તેમજ તેનું જતન કરવાનો સમય આવી ગયો છે. દિયા મિર્ઝાએ બિઝનેસ મેન વૈભવી રેખીની સાથે એક મહિના અગાઉ લગ્ન કર્યાં છે. હાલમાં તે પતિની સાથે માલદિવ પહોંચી ગઈ છે તેમજ હનિમૂન એન્જોય કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.