ગુજરાત: સુરત (Surat) નાં પ્રખ્યાત (Famous) હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા (Govindbhai Dholakia) ના છેલ્લા 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હજુ 2 દિવસ અગાઉ જ બ્રેઈનડેડ જાહેર થયેલ વલસાડ (Valsad) ના યોગશિક્ષિકા રંજનબેનના લિવર (Heart) નું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાયુ છે.
કતારગામમાં આવેલ કિરણ હોસ્પિટલમાં અંદાજે 9 કલાકની શસ્ત્રક્રિયા પછી ગોવિંદભાઈના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 2,000થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાએ આ ઓપરેશન કર્યું હતું.
ગોવિંદભાઇ ગુજરાતના સુરતના સૌથી અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ અમરેલી જિલ્લામાં આવેલ દૂધાળા ગામના વતની છે. 13 વર્ષની ઉંમરમાં સુરત હીરા ઘસવાના કામ સાથે જોડાયા હતાં. બાદમાં વર્ષ 1970માં પોતાનું હીરા પોલિશ્ડ કરવાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં સફળતા મળતાં આજે ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ’ કંપનીમાં 5,000થી વધુ રત્નકલાકારોને રોજગારી આપી રહ્યાં છે.
વર્ષ 2018થી લિવર ખરાબ હતું, 2 મહિના અગાઉ કમળો થયો હતો:
ગોવિંદભાઈ ધોળકિયાનું લિવર વર્ષ 2018થી ખરાબ થયું હોવાનું સામે આવ્યું હતું. પહેલા હર્ણિયાના ઓપરેશન દરમિયાન લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, 2 મહિના અગાઉ જ તેમને કમળો થતા લિવર વધારે બગડ્યું હોવાથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
વલસાડની શિક્ષિકાએ જતાં-જતાં ધોળકિયાને જીવનદાન આપ્યું:
વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાને 30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી નજીક અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને બ્રેઇન હેમરેજને લીધે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર થતા નિદાન કરાયું હતું. હજુ 2 દિવસ અગાઉ જ તેમને બ્રેઈનડેડ જાહેર કરાતાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી થયું હતું.
20 વર્ષના અનુભવી ડોક્ટરે સતત 9 કલાક સુધી ઓપરેશન કર્યું:
ગોવિંદભાઈના ઓપરેશનને લઈ હૈદરાબાદ,ચેન્નાઈ, મુંબઈ, લંડન હોસ્પિટલના ડોક્ટરોનાં સૂચન પછી ઓપરેશન સુરતની હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી થયું હતું કે, જેમાં 20 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર રવિ મોહન્કા તથા તેમની ટીમ દ્વારા સાંજના 6 વાગ્યાથી લઈને મધરાતના 3 વાગ્યા સુધી એટલે કે, સતત 9 કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું.
રામમંદિર નિર્માણનિધિમાં 11 કરોડનું દાન કર્યું હતું:
ગોવિંદભાઈ ધોળકિયા સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ધરાવી રહ્યા છે. સમગ્ર દેશ-વિદેશમાં તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે પણ તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધારે જાણીતા બન્યા છે. હાલમાં જ એમણે રામમંદિર નિર્માણ માટે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ હોવાથી 11 કરોડનું દાન કર્યું હતું.
ગોવિંદભાઈના અન્ય અંગો ખૂબ સારા:
ગોવિંદભાઈના સંબંધી જણાવે છે કે. શનિવારે કિરણ હોસ્પિટલમાં સમગ્ર ઓપરેશન કર્યું હતું. તેમનું લિવર હજુ 3 વર્ષ હજુ ચાલે તેમ હતું. જો કે તબીબોએ કહ્યું કે, હાલ 72 વર્ષની ઉંમર છે તેમજ બાદમાં ઓપરેશન કરવું તેના કરતાં અત્યારે લિવર સારૂં મળી રહ્યું છે તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. જો કે, ગોવિંદભાઈના લિવર સિવાયના અન્ય અંગો 60 વર્ષની ઉંમરની વ્યક્તિના હોય તેટલા હેલ્ધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.