સુરતમાં અવાર-નવાર અંગત અદાવતમાં હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ ફરી એક વખત સુરત શહેરના કતારગામ વિસ્તારમાં અંગત અદાવતમાં મિત્રએ કરી મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સંતોષી નગર નજીક દારૂના નશામાં ચૂર ટપોરીએ રત્નકલાકારને ફટકારી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.
માત્ર એટલું જ નહીં પણ બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને બોલાવી આરોપી પ્રશાંતે સંજયને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ના ભાઈ દિપક વાણિયાએ જણાવ્યું હતું કે, સંજય રત્નકલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદ રૂપ થતો હતો.
મૃતક ના ભાઈ દિપક વાણિયાએ વધુમાં કહ્યું કે, મૂળ ભાવનગર મોઢેશ્વરી ના રહેવાસી છીએ, વર્ષોથી સુરતમાં રહી ને રોજગારી મેળવી રહ્યા છે. ત્રણ પરિણીત બહેનો બે ભાઈ અને માતા-પિતા એમ 7 જણાનું પરિવાર છે. પ્રશાંતે બુધવારની સાંજે સંજયને આયોજન પૂર્વક બોલાવ્યો હતો. દારૂના નશામાં ચૂર પ્રશાંતે બાકી નીકળતા રૂપિયા નહીં આપવા પડે એ માટે ભાઈ સંજય પર હુમલો કરી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, સંજયએ લગભગ અઢી વર્ષ પહેલાં પ્રશાંતને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. એ બાબતે સંજય વારંવાર ઉઘરાણી કરતો હતો. આ બાબતે બોલાચાલી પણ થઈ ગઈ હતી. જેની અદાવત રાખી પ્રશાંતે સંજયને મારી નાખ્યો છે.
લગભગ ગત રોજ સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ સંજયની હત્યા થયા બાદ 7:20 સાંજે પરિવારને ખબર પડી હતી. ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી. તમામ પ્રકાર ની કાર્યવાહી અને નિવેદન લીધા બાદ જાણવા મળ્યુ હતું કે સંજયના ગળા અને હાથ પરથી ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. હાલ કતારગામ પોલીસ આગળ ની તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.