માવાના ચક્કરમાં સુરતના યુવકનું ચોરાયું એકટીવા: ડીકીમાં 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોમવારના રોજ એકટીવા ચોરાઈ જવાની ઘટના સામે આવી હતી. એકટીવાની ડિકી માં કુલ ૩૦ લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા…

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોમવારના રોજ એકટીવા ચોરાઈ જવાની ઘટના સામે આવી હતી. એકટીવાની ડિકી માં કુલ ૩૦ લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ, કૈલાસ ધામ સોસાયટી પુણા ગામ માં રહેતા પરેશભાઈ ભુપતભાઈ દુધાત વરાછા મીની બજાર માં હીરાનો વેપાર કરે છે. કાપોદ્રામાં જવાહર નગરરોડ, સાઈનાથ સોસાયટી માં હીરા નું ખાતું ચલાવે છે. સાથે તેઓ કારગીલ ચોક પાસે નારાયણનગર સોસાયટીમાં હીરાની લે-વેચ માટેની ઓફિસ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તેઓએ છેલ્લા એક મહિનામાં અલગ અલગ વેપારીઓ પાસેથી જુદા જુદા પ્રકારના હીરાની ખરીદી કરી હતી. આ હીરાની કિંમત અંદાજે ૩૦ લાખ રૂપિયા છે. તેમણે તે હીરા ને એક બેગમાં મૂકીને તે બેગને એક્ટિવાની ડીકીમાં મૂકી હતી. તેઓ આ હીરા લઈને મિનિ બજાર ખાતે ગયા હતા. મીનીબજાર એક હીરા દલાલ પાસેથી હીરા વેચાણના 1.16 લાખ રૂપિયા પણ હીરા ની બેગ માં મૂકી દીધા હતા. ત્યારબાદ તેઓ એકટીવા લઈને ઘરે જમવા માટે ગયા હતા. ત્યાં તેમણે હીરા ની થેલી બહાર કાઢી લીધી હતી.

ત્યારબાદ જમીને તેઓ ફરીથી હીરાને એક્ટિવાની ડીકીમાં મૂકીને સાંજે પાંચ વાગ્યે કારગીલ ચોક પાસે આવેલ નારાયણ નગર સોસાયટીમાં ઓફિસ પર પહોંચ્યા હતા. ત્યારે તેમણે ઓફિસ પાસે પોતાની એકટીવા પાર્ક કરી હતી. તેમની ઓફિસ સામે ખાતું ચલાવતા પ્રવીણ ઝાલાવડીયા ના ખાતામાં કારીગર ને માવો આપવા માટે ગયા હતા. ફક્ત દોઢ મિનિટમાં પરત ફર્યા ત્યારે તેમની એકટીવા ગાયબ હતી.

અજાણ્યો શખ્શ તેમની એકટીવા ચોરી કરીને ભાગી છૂટયો હતો. ચોરને કદાચ ખબર પણ ન હતી કે એક્ટિવાની ડેકીમાં આટલું મોટું જોખમ છે. પરેશ દુધાતે પોતાની એક્ટિવા ઉપરાંત તેમાં રહેલા 30 લાખ રૂપિયાના 312 કેરેટ હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયાની ચોરી ની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *