ગુજરાત(Gujarat): હાલમાં કોઠારીયાનો કમો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આપણે જાણીએ છે કે, એક ડાયરામાં રસિયો રૂપાડો રંગ રેલીયો સોંગ પર કમાભાઈ(Kamabhai)એ ડાન્સ કર્યો અને કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)એ કમાને બિરાદવ્યો બસ પછી તો કમાન કિસ્મતના દરવાજા એવા ખુલ્યા કે, હવે ખરેખર ઘરે જવું કમાને ગમતું નહીં હોય, કારણ કે, હાલમાં ગુજરાતનાં મહાનગરોમાં કમાભાઈ ચીફ ગેસ્ટ તરીકે કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. તે ગુજરાત સિવાય દેશ-વિદેશ તેમજ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આવી સ્થિતિમાં કમાનો એક વિડીયો સોશીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે કમાની રોયલ એન્ટ્રી જોઈને આશ્ચય પામી જશો. આપણે જાણીએ છે કે, કમાનો લુક પણ હવે પહેલા કરતા બદલાઈ ગયો છે. હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કમાના લગ્ન થયા હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ તેની પાછળની હકીકત કઈક અલગ જ છે. જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
તો ચાલે સૌથી પહેલા તમને આ વાયરલ વિડીયો વિશે જણાવી દઈએ. વિડીયોમાં તમે પણ જોઈ શકો છો કે, એક હોલની બહાર ઢોલ નગારા વાગી રહ્યા છે અને કમાભાઈ સાથે એક યુવતી હાર પહેરીને ઉભી છે. આ યુવતી અન્ય કોઈ નહિ પરંતું લોકપ્રિય ગાયિકા અલવીરા મીર છે. વિડીયોમાં કમાએ શેરવાની પહેરી હતી તો અલવીરા મીર પણ પારંપરિક પોશાકમાં જોવા મળી રહ્યા હતા. કમો પણ ઢોલના તાલે નાચવા લાગે છે અને કેટલાક લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે.
આ વિડીયો શેર કરવાની સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે કમાભાઈના લગ્ન થઇ ગયા છે તો કેટલાક કમાભાઈની સગાઈ પણ થઇ હોવાનું કહી રહ્યા હતા. ત્યારે હવે આ સમગ્ર મામલે ગાયિકા અલવીરા મીર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. અલવીરા મીરએ પોતે પણ એક વીડિયો શેર કર્યો છે અને તેમાં સત્ય હકીકત કહી છે.
View this post on Instagram
અલવીરા મીર જણાવતા કહી રહ્યા છે કે “હું તમને એ જણાવવા માગું છું કે હમણાં થોડા સમય પહેલા અમદાવાદમાં મારો એક શો હતો જેના શુભારંભમાં હું અને આપણા કોઠારીયાના કમાભાઈ અમે બંને મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એન્ટ્રીમાં અમારા બંનેનું સ્વાગત કરવામાં અવાયું હતું હાર પહેરાવીને એ ફોટો અને વિડીયો કેટલાક વિકૃત માણસોએ જે આપણું લેવલ જોઈ ના શકતા હોય અને બદનામ કરવા માટે યુટ્યુબમાં શેર કરીને લખે છે કે “જુઓ કમાભાઈના લગ્ન થઇ ગયા.”
આ વિડીયો જેને દ્વારા શેર કરવામાં આવ્યો છે જેના વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવાની છું. તો આવી ખોટી વાતમાં કોઈ ભાગ લેવો નહિ તેવી મારી નમ્ર અપીલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.