કોરોના વાયરસનો ભોગ બનેલી બોલિવૂડ સિંગર કનિકા કપૂરે ઇંગ્લેન્ડથી પરત ફરીને 100 લોકો સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં સામલે થનારા યુપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ સહિત 45 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ પાર્ટીમાં સામેલ થયેલા 28 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેમાં યુપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિહ પણ સામેલ છે. આ સિવાય 17 અન્ય લોકોનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ યુપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહના પુરા પરિવારના શનિવારે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે આઇસોલેશનમાં છે.
આટલુ જ નહી તે બાદ તે સરકારના કેટલાક કાર્યક્રમોમાં પણ સામેલ થયા હતા જેમાં મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રી અને અધિકારી હાજર હતા. આ દરમિયાન પુરી રીતે કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે જાહેર પ્રોટોકોલ વિશે પણ જણાવ્યુ હતું. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ સતત ભીડ ભાડ વાળી જગ્યાથી બચવાની સલાહ આપી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ 14 માર્ચે પરિવાર સહિત ડાલીબાગ કોલોનીમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પાર્ટીમાં કેટલાક વીવીઆઇપી પણ સામેલ હતા, તેમની સાથે પત્ની અને બે બાળક પણ હતા. સ્વાસ્થ્ય મંત્રીએ ખુદ તેનો સ્વીકાર કર્યો છે અને પુરા પરિવારને ઘરે જ આઇસોલેશનમાં રાખ્યા છે.
કનિકાની હાજરી ધરાવતી પાર્ટીમાંથી પરત ફર્યા બાદ તે મુખ્યમંત્રીના ઘરે રવિવારે વીડિયો કોન્ફ્રેસિંગમાં સામેલ થયા હતા. જેમાં એસજીપીજીઆઇ, કેજીએમયુ, બીએચયુના અધિકારીઓ, સ્વાસ્થ્ય અધિકારીઓ, મુખ્ય સચિવ આરકે તિવારી, અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થી, પ્રમુખ સચિવ મુખ્યમંત્રી એસપી ગોયલ, નિર્દેશક સૂચના શિશિર પણ હાજર હતા.
સ્વાસ્થ્ય મંત્રીએ 16 માર્ચે સ્વાસ્થ્ય ભવનમાં સંક્રામક રોગ નિર્દેશાલયના કંટ્રોલ રૂમના મુખ્યમંત્રી સાથે નીરિક્ષણ પણ કર્યુ હતું. તે આ દરમિયાન અધિકારીઓ અને મીડિયા કર્મીઓથી ઘેરાયેલા રહ્યા હતા. તે બાદ તે 17 માર્ચે લોકભવનમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં સામેલ થયા હતા. આ દિવસે રાજકીય નર્સેસ સંઘના એક પદાધિકારીએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી.
આટલુ જ નહી ગુરૂવારે 19 માર્ચે તેમણે નોઇડામાં સરકારના બે વર્ષ પૂર્ણ થવા મામલે પત્રકાર પરિષદ પણ કરી હતી, તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પુત્ર અને નોઇડાના ધારાસભ્ય પંકજ સિંહ પણ હાજર હતા. લગભગ પાંચ દિવસમાં તેમણે અનેક લોકો સાથે મુલાકાત કરી હતી.