હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે ભારતીય રેલવેએ ૬ હજારથી વધુ ડબ્બા ને હોસ્પિટલ માં રૂપાંતર કરી નાખ્યા છે. જુઓ આ છે, મોદીની કમાલ હોસ્પિટલ બનાવી દીધી. અમેરિકા યુરોપ વગેરે દેશોએ હોસ્પિટલો બનાવી. પણ મોદીએ તો આ બધાના પ્રમાણમાં નહીવત ખર્ચ થી 6370 રેલવેના ડબ્બાનું હોસ્પિટલ માં રૂપાંતર કરી નાખ્યુ. તે પૈડાવાળી હોસ્પિટલો છે જેનો મારે કોઈને નથી આવ્યો.
આવી અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય રેલવે નહીવત ખર્ચ એ ભારત સરકાર માટે હોસ્પિટલો બનાવી રહી છે.
અમારી તપાસમાં અમુક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કથિત હોસ્પિટલ દર્શાવી રહેલા ફોટા જીવનરેખા એક્સપ્રેસ નામની ટ્રેનના છે. જે દેશના અર્બન વિસ્તારોમાં એક હાઈટેક હોસ્પિટલ ના રૂપમાં લઈ જવામાં આવે છે. જેમાં meeting room મેડિકલ સ્ટોર અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. જે ટ્રેન 2016માં શરૂ થયેલી છે. જેને હાલ ની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.
newsaroma.comમાં છપાયેલી ખબર અનુસાર નોર્થન રેલવે વિભાગ દ્વારા કોરોના સામે લડવા માટે મોડલ કોચ બનાવ્યો છે. જેને સરકાર સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે. જો સરકાર અમને મંજૂરી આપશે તો અમે રેલવેના પ્રત્યેક ઝોનમાં 10 બોગીઓ અને આઇસોલેશન વોર્ડમાં બદલવાનું શરુ કરીશું. જેને કારણે દુર્ગમ વિસ્તારોમાં કોરોનાવાયરસ ના દર્દીઓને ઇલાજમાં મદદ મળશે. સાથે તેમણે કહ્યું કે, આ તો હજી મોડલ જ બનાવવામાં આવ્યું છે. હજી સુધી આનું પ્રોડક્શન શરૂ કરાયું નથી. જો મંજૂરી મળશે તો આ મોડલ કોચ માં અમે જે ફેરફારો કર્યા છે, તેવા ફેરફારો કરીને અન્ય રેલવેના વિસ્તારોમાં પણ આ પ્રમાણેનું કાર્ય શરૂ કરવામાં આવશે.
આમ અમારી તપાસમાં સ્પષ્ટ થાય છે કે, ભારતીય રેલવે દ્વારા હજી સુધી આવી કોઈ હોસ્પિટલ ઊભી કરવામાં આવી નથી અને જે ફોટો ફેલાવવામાં આવી રહ્યો છે તે 2016ના વર્ષનો જીવનરેખા એક્સપ્રેસનો છે. આ માહિતી ફેસબુકની ફેક્ટચેક એજન્સી પરથી મળેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.