સામાન્ય રીતે ગાડી પર જતા સમયે મહિલાઓ મોઢા પણ દુપટો પહેરીને બેસતી હોય છે ત્યારે આવી મહિલાઓનો માટે સુરતમાંથી આજ રોજ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બહેનની પુત્રીના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપી મહિલા બે પુત્રો સાથે બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. સુરતમાં પોતાના પુત્ર સાથે બાઈક પર જે રહેલ માતાનો દુપટો બાઇકમાં આવી જતા બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું ઘટન સ્થળ ઉપર જ કરુણ મોત થયું છે.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના વરાછા વિસ્તારમાં પુત્ર સાથે બાઈક પર જતા સમયે દાંડી રોડ પર મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોતને ભેટયા હતા. જોકે, આ દુર્ઘટના દરમ્યાન તેમના બે પુત્રને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
વરાછા વિસ્તારમાં આવેલ ઓલપાડ તાલુકાના દિહેણગામમાં બેંક ફળિયામાં રહેતા 47 વર્ષીય ઉષાબેન રમણભાઈ પટેલ મંગળવારે વરાછાના હીરા બાગ ખાતે રહેતી તેમની બહેનની પુત્રીનો જન્મ દિવસ હોવાથી પુત્રો સાથે ત્યાં ગયા હતા. વરાછાથી મંગળવારે સાંજે તેમનો 22 વર્ષીય પુત્ર જેનિસ અને 16 વર્ષીય ઋતિક સાથે ઉષાબેન મોટરસાયકલ પર ઘરે આવવા નીકળ્યા હતા.
તે સમયે દાંડી રોડ પર કુકણી ફાટક પાસે બસ સ્ટેન્ડ નજીક ઉષાબેનને કોરોનાથી બચવા માટે મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકની વ્હીલ ફસાઈ જતા ઉષાબેન નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી જ્યારે તેમના પુત્રોને પણ સામાન્ય ઈજા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જોકે ગંભીર ઈજા પામેલા ઉષાબેન ને તાકીદે સારવાર માટે રાંદેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આ દરમિયાન દાંડી ફાટકથી આગળ કુકણી ગામ પાસે ઉષાબેને કોરોનાથી બચવા મોઢા પર બાંધેલા દુપટ્ટાનો છેડો બાઈકના વ્હીલમાં આવી જતા તેઓ ચાલુ બાઈક પરથી નીચે પટકાયા હતા અને બાઈક સાથે ધસડાયા હતા તેમજ બાઈક પર સવાર બન્ને પુત્રોને પણ ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા ઉષાબેનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે બાઈક ચલાવી રહેલા પુત્ર જેનીષ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle