મત આપવા વતન જઈ રહ્યા હતા અને અધવચ્ચે નડ્યો ગંભીર અકસ્માત- ત્રણ નવયુવાનોના ઘટના સ્થળે જ મોત અને…

હાઈવે પર મોડી રાતે તૂફાન ગાડી એક ટ્રકની પાછળ ધૂસી જતા તૂફાન ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદના પાનમ ગામના વતનીઓ કાઠિયાવાડ મજૂરી માટે ગયા હોવાથી રવિવારે ચૂંટણીમાં મતદાન માટે તેઓને લેવા જતાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, પેનુ ડામોર પરિવાર સાથે રહે છે. તેમની ગામના આસપાસના રહેવાસી કાઠિયાવાડમાં મજૂરી કામ કરવા માટે જાય છે. રવિવારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી હોવાથી ઉમેદવારને સપોર્ટ કરવા માટે કાઠિયાવાડથી પેનુ દાહોદ રહેતા મિત્રો અર્જુન, રમેશ, રમણ, ભરત, વાલસિંગ, વિનુ અને ગોપાલ સાથે તૂફાન ગાડી લઈને નીકળ્યા હતા.

તૂફાનમાં તેઓ બગોદરા પાસે પહોંચ્યા હતા ત્યારે મેમર ગામ પાસે થોડેક આગળ બગોદરા આવતા પહેલા જ સામેથી આવતી કારની લાઈટ તૂફાન ગાડી ચલાવનાર ભરતની આંખમાં પડતા તે અંજાઈ ગયા હતા અને સાઈડમાં રિફ્લેક્ટર ચાલુ ન હોય તેવી એક ટ્રકના પાછળના ભાગમાં તેમની તૂફાન ગાડી ધુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે, તે ઘટના બાદ આસપાસના લોકોએ ગાડીમાંથી દરેકને ગાડીની બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત ગાડીમાં ફસાયેલા વિનુ, રમણ અને ગોપાલને ભારે મહેનત બાદ ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગંભીર ઈજાઓના કારણે વિનુ, રમણ અને ગોપાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઇજાગ્રસ્ત પેનુ સહિત પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે બગોદરા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત પેનુભાઈની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બગોદરા હાઈવે પર સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *