ખુબ જ રહસ્યોથી ભરેલું છે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું જીવન- કોઈ નથી જાણતું તેમના પરિવારની આ અજાણી વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Russian President Vladimir Putin) ઘણા ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક તેમની લક્ઝરી લાઈફના(Luxury Life) કારણે, ક્યારેક તેના શોખના કારણે તો ક્યારેક તેના મહેલના લીક થયેલા ફોટાને કારણે… પરંતુ તેઓના પરિવાર(Family) વિશે બહુ ઓછી માહિતી સામે આવી છે. કહેવાય છે કે તેઓ પોતાના પરિવારની માહિતી ગુપ્ત રાખે છે. મળેલ માહિતી અનુસાર પુતીને લગ્નના લગભગ 30 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. અહેવાલો સૂચવે છે કે તેમની 2 પુત્રીઓ છે અને જેમણે નકલી ઓળખ સાથે કોલેજમાં પ્રવેશ લીધો હતો.

થોડા સમય પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કોરોના રસીકરણ સમયે તેમની પુત્રી વિશે ચર્ચા કરી હતી કે તેમની પુત્રીને પણ રસી આપવામાં આવી છે. આ સિવાય પુતિને ક્યારેય પોતાની દીકરીઓની ઓળખ જાહેર કરી નથી, માત્ર તેમને એમ કહેતા સાંભળ્યા છે કે મારી માત્ર 2 દીકરીઓ છે. તેનો પરિવાર હંમેશા સ્પોટલાઇટથી દૂર રહે છે. આજે અમે તેના પરિવાર વિશે જણાવી રહ્યા છીએ.

ટીવી ચેનલ પર પુતિને તેની જાહેરાત ખુદ કરી હતી કે, પુતિને તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા છે. મળતી માહિતી અનુસાર પુતિનની પૂર્વ પત્નીનું નામ લ્યુડમિલા છે. લ્યુડમિલા લગ્ન પહેલા ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી, જે તે સમયે ખૂબ જ સારી નોકરી હતી. 1980ના દાયકાની શરૂઆતમાં બંને એક થિયેટરમાં મળ્યા હતા. બંનેને એક કોમન ફ્રેન્ડે આમંત્રિત કર્યા હતા અને ત્યાર બાદ તેઓ મિત્ર બન્યા હતા. જાણવા મળ્યું છે કે, પુતિન અને તેની પૂર્વ પત્ની લ્યુડમિલાની તસવીરો 28 જુલાઈ 1983ના રોજ સામે આવી હતી. પુતિને તેમના લગ્નના લગભગ 30 વર્ષ પછી 2013 માં તેમની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી.

એક અહેવાલ અમુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિનને તેમની પૂર્વ પત્ની લ્યુડમિલાથી 2 પુત્રીઓ છે. જેમના નામ મારિયા વોરોન્ટોવા અને કેટેરીના ટીખોનોવા છે. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મારિયા વોરોન્ટોવાનો જન્મ 1985 માં લેનિનગ્રાડમાં થયો હતો અને એક વર્ષ પછી, કેટરિના તિખોનોવાનો જન્મ 1986 માં જર્મનીમાં થયો હતો. બંને દીકરીઓનું નામ તેમની દાદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મારિયાનું ઉપનામ માશા છે અને કેટેરીનાનું ઉપનામ કાત્યા છે.

1996 માં, પુતિન તેમના પરિવાર સાથે મોસ્કો ગયા, જ્યાં તેમની પુત્રીઓ વોરોન્ટ્સોવા અને તિખોનોવાએ જર્મન ભાષાની શાળામાં અભ્યાસ કર્યો. જો કે, 1999માં પુતિન કાર્યવાહક પ્રમુખ બન્યા પછી, તેમની પુત્રીઓનું નામ શાળામાંથી કઢાવી લેવામાં આવ્યું હતું અને પછી ઘરેથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુતિનની બંને દીકરીઓએ નામ બદલીને નકલી ઓળખ સાથે કોલેજમાં એડમિશન લીધું હતું. વોરોન્ટ્સોવાએ પહેલા જીવવિજ્ઞાન અને પછી દવાનો અભ્યાસ કર્યો. ટીખોનોવાએ એશિયન સ્ટડીઝમાં પણ અભ્યાસ કર્યો.

વોરોન્ટ્સોવા મોસ્કોમાં તબીબી સંશોધક હોવાનું કહેવાય છે અને તેના લગ્ન ઝોરીટ ફાસેન સાથે થયા છે. કહેવાય છે કે બંનેને એક બાળક પણ છે. તિખોનોવા ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને એક્રોબેટિક રોક ‘એન’ રોલ ડાન્સર પણ છે. તે મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટના વડા છે. એવું કહેવાય છે કે તિખોનોવાએ 2013 માં રશિયન અબજોપતિ કિરીલ શામાલોવ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *