લગ્નના 15 વર્ષ પછી આમિર ખાન અને કિરણ રાવે લીધા છૂટાછેડા અને કહ્યું કે…

Published on: 1:10 pm, Sat, 3 July 21

બોલિવૂડના મશહૂર અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મળતી માહિતી અનુસાર તે પત્ની કિરણ રાવ સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. આમિર ખાન અને કિરણ રાવ બંનેએ 28 ડિસેમ્બર 2008ના રોજ લગ્ન કર્યા હતા. આખરે પંદર વર્ષ બાદ આમીરખાન અને કિરણ રાવએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડા અંગે આમિર ખાન અને કિરણ રાવે ઓફિસર સ્ટેટમેન્ટ પણ જાહેર કરી દીધું.

તેમને એક પુત્ર આઝાદ પણ છે. આશુતોષ ગોવારિકરની ફિલ્મનું શૂટિંગ કરતી વખતે કિરણ રાવએ આમિર ખાનને મળી હતી. કિરણ રાવ ફિલ્મ ‘લગાન’ માં સહાયક દિગ્દર્શક હતા. આમિર ખાનના આ બીજા લગ્ન હતા. આ પહેલા આમિર ખાને રીમા દત્તા સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે 15 વર્ષ પછી તેમણે છૂટાછેડા પણ લીધા હતા. આમિરના પહેલા લગ્નથી તેમને એક પુત્ર અને પુત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Kiran Rao Khan (@_kiranraokhan)

બંને એ વધુમાં લખ્યું છે કે, ‘અમે બંને અલગ રહેતા હોવા છતાં એક પરિવાર તરીકે જીવન જીવીશું. અમે અમારા પુત્ર આઝાદને સમર્પિત માતાપિતા છીએ. જેને આપણે સાથે મળીને તેમની કાળજી રાખીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સહયોગ આપવાનું શરુ રાખીશું.

અમારા સંબંધોમાં સાથ અને સમજણ આપવા માટે અમારા પરિવારનો અને મિત્રોનો ઘણો આભાર. અમે અમારા શુભેચ્છકો પાસેથી શુભેચ્છાઓ અને આશીર્વાદ માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારી જેમ તમે આ છૂટાછેડાને અંત તરીકે નહીં પરંતુ, નવી યાત્રાની શરૂઆત તરીકે જોશો. આભાર પ્રેમ, કિરણ અને આમિર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.