વરાછના બિલ્ડરને કોલ કરીને બે વ્યક્તિએ ધમકી આપી હતી કે, તુ તારી પત્નીને છુટાછેડા આપી દે નહી તો તને જાનથી મારી નાંખીશું. બે પૈકી એક વ્યક્તિએ બિલ્ડરને રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યો પણ બિલ્ડર ત્યાં પહોંચ્યા બાદ ગભરાઇ જતા ભાગી ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા લક્ષ્મી હોટલની બાજુમાં પંચદેવ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય બિલ્ડર નિકુંજભાઈ બીપીનભાઇ જયાણી હાલ જહાંગીરપુરા ખાતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. રવિવારે મોટાવરાછામાં મિત્રને ત્યાં ડિનર પ્રોગ્રામ પતાવી રાતે 10 વાગ્યે ઘરે પરત જતા હતા. ત્યારે કાપોદ્રા બ્રિજ ઉતરતી વેળા તેમના મોબાઇલ પર અજાણ્યાનો કોલ આવ્યો હતો. અને પોતાની ઓળખ આકાશ ઉર્ફે લાલો તરીકે આપી ધમકી આપી હતી કે, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે નહીં તો હું તને જાનથી મારી નાખીશ.
અજાણ્યાએ ગાળાગાળી પણ કરતા નિકુંજભાઇએ કોલ કટ કરી દેતા પાંચ મિનિટ બાદ બીજા અજાણ્યા નંબર પરથી કોલ કરીને રવિ ભરોડિયાના ભાઇ તરીકે ઓળખ આપીને ફરી ધમકી અપાઇ કે, ક્રિષ્નાને તું છૂટાછેડા આપી દે નહીં તો અમે તને જાનથી મારી નાખીશું, તું અત્યારે જ ફટાફટ જે.ડી રેસ્ટોરન્ટ આવ. નહી આવે તો તારા ઘરે આવીશું. નિકુંજભાઇ તુરંત રેસ્ટોરન્ટ પાસે પહોંચ્યા ત્યાં કારમાંથી કોઇકે બુમ પાડીને તેમને કહયું કે, ઓય ઉભો રહે. નિકુંજભાઇ કોઇક મારવા આવ્યું છે તેવા ડરથી બુમો પાડતા ત્યાંથી ભાગી ગયા હતા.
બાદમાં વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા તપાસમાં કારમાંથી બૂમ પાડનાર હોટલમાં કોઇ પરિવાર જમવા આવ્યું હતું તેની હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે જે બે નંબર પરથી ધમકીના કોલ આવ્યા તે પૈકી રવિ ભરોડિયાના ભાઇનું સરનામું વરાછા અનુરાધા સોસાયટીનું હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.