શોર્ટ સર્કીટ થયાના કેટલાક વિડીયો સોસિયલ મીડિયા પર સામે આવતા હોય છે ત્યારે હાલમાં રાજ્યના અંકલેશ્વરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રવિવારની રાત્રિના વીજ ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સતત 2 મિનિટ સુધી વીજ ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થતા દીવાળી પહેલા દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. દીવાળીમાં જ્યારે ફટાકડા ફૂટતા હોય તેમજ જે દ્રશ્યો સર્જાતા હોય છે એવા જ દ્રશ્યો હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહીશોને જોવા મળ્યા હતા.
વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટને લીધે આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. અંકલેશ્વરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનાં વીજ ટ્રાન્સફોર્મરમાં રવિવારનાં રોજ રાત્રિના સમયે શોર્ટ સર્કિટ થતા જોરદાર બ્લાસ્ટ થયો હતો.
શાંત વાતાવરણમાં અચાનક જ બ્લાસ્ટ થતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં સતત 2 મિનિટ સુધી સ્પાર્ક ચાલુ રહેતા સોસાયટીમાં વગર દીવાળીએ દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તારમાં DGVCLના વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટની આ ઘટનાને લીધે સ્થાનિક લોકોમાં થોડી વાર માટે તો ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સદનસીબે કોઈ વ્યકિત નજીકમાં ના હોય જાનહાનિ થતા અટકી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.