અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ બાદ ભારત આવી રહ્યા છે. ત્યારે 24 ફેબ્રુઆરીએ ભારત આવનાર ટ્રમ્પની ચોમેર ચર્ચા થઈ રહી છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની જનતામાં એક અલગ જ માહોલ છે. રસ્તા અને ઈમારોતોને શણગાર આપવામાં આવી રહ્યો છે. સરકાર પણ તેની તૈયારીમાં કોઈ કસર છોડવા નથી માંગતી. ટ્રમ્પ અમદાવાદમાં જ સીધું લેન્ડિંગ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્ય્રક્રમમાં દરેક વય્ક્તિ હાજરી આપવાના છે ત્યારે આ કાર્યક્રમને લઇને ધનરાજ નથવાણીએ કહ્યું કે, ગુજરાતી અને હિન્દી કલાકારોને આમંત્રણ અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ પાર્થિવ ગોહિલ, પુરષોતમ ઉપાધ્યાય, કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, કિંજલ દવે હાજર રહેશે. બોલિવૂડ સિંગર કૈલાશ ખેરને પણ આમંત્રણ અપાયું છે. કૈલાશ ખેર 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. આ સમારોહમાં કૈલાશ ખેર વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હાજરીમાં ‘બાહુબલી 2’ ફિલ્મના સોન્ગ ‘જય-જય કારા સ્વામી દેના સાથ હમારા’ સોન્ગથી પરફોર્મન્સ શરૂ કરશે. તેઓ ‘અગડ બમ બમ લહેરી’ સોન્ગથી તેમના પરફોર્મન્સની પૂર્ણાહુતિ કરશે.
24 फरवरी को अहमदाबाद के मोटेरा स्टेडियम में होने वाली अपनी परफॉर्मेंस पर कैलाश खेर: ‘जय-जय कारा, जय-जय कारा स्वामी देना साथ हमारा’ गीत से परफॉर्मेंस की शुरुआत होगी और ‘अगड़ बम-बम लहरी’ से इसकी समाप्ति होगी। मेरा बस चले तो मैं इसी गाने पर उनको(ट्रंप) भी नचाऊं। pic.twitter.com/M5ucghUhap
— ANI_HindiNews (@AHindinews) February 22, 2020
ફોક અને સૂફી મ્યુઝિકથી પ્રેરિત સિંગર અને કમ્પોઝર કૈલાશ ખેરે તેમના પરફોર્મન્સને લઈને કહ્યું કે, ‘જો મારું ચાલે ને તો હું આ જ ગીતો પર તેમને પણ નચાવું.’ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્ય્રક્રમમાં કૈલાશ ખેર સિવાય ગુજરાતી લોકગાયક કિર્તીદાન ગઢવી પણ પરફોર્મ કરવાના છે.
કૈલાશ ખેરને 2017માં ભારત સરકાર તરફથી પદ્મ શ્રી અવોર્ડ મળ્યો હતો. ઉપરાંત તેઓને 2006માં આવેલ ‘ફના’ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો અવોર્ડ પણ મળ્યો હતો.
કિર્તીદાન ગઢવીએ લાડકી ગીત ગાવાની ઇચ્છા પ્રગટ કરી
અહીં યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં લોકકલાકાર કિર્તિદાન ગઢવી સહિત ગાયક કલાકાર પાર્થિવ ગોહેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ પર્ફોમન્સ આપવાના છે. જો કે, કિર્તીદાન ગઢવીએ ટ્રમ્પ સમક્ષ લાડકી ગીત ગાવાની ઇચ્છા દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ ખેર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં પોતાનું પરફોર્મન્સ આપશે. આ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને આ કાર્યક્રમમાં 1.25 લાખ લોકો સામેલ થવાના છે. તેમજ 22 કિલોમીટર લાંબો રોડ શો પણ થશે. 2 દિવસ માટે ટ્રમ્પ ભારત આવશે. અમદાવાદ જઈને તે આગ્રાના તાજ મહેલમાં જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.