ઘર એકદમ સ્વચ્છ રાખવા છતાં પણ મચ્છરો (mosquito)ના ત્રાસ રહેતો હોય છે. તેમાં પણ ખાસ કરીને હવે શિયાળો(winter) આવતા જ મચ્છરોનો ત્રાસ વધી જશે. આવી સ્થિતિમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે લોકો બજારમાંથી આઉટલેટ પણ ખરીદતા હોય છે તેમ છતાં પણ મચ્છરોનો ત્રાસ ઓછો થતો નથી. ત્યારે હાલ અમે તમને મચ્છરને ભગાડવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ….
નારિયેળના તેલ તેમજ લીમડાના તેલનો સ્પ્રે બનાવો:
હવે તમે મચ્છરોને કોઈપણ ખર્ચ વગર ઘરમાંથી ભગાડી શકો છો. આ માટે તમારે ફક્ત નારિયેળ અને લીમડાના તેલની જરૂર રહેશે. આ સ્પ્રે બનાવવા માટે અડધા કપ પાણીમાં નારિયેળના તેલ તેમજ લીમડાના તેલના થોડા ટીપા મિક્સ કરી લિક્વિડ તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ તેને એક સ્પ્રે બોટલમાં ભરી ઘરના દરેક ખૂણામાં સ્પ્રે કરો. આ ઉપાય સતત અઠવાડિયા સુધી કરવાથી મચ્છરોનો ત્રાસ દૂર થઈ જશે.
કોફી: સામાન્ય રીતે ઊંઘ ઉડાડવા માટે લોકો કોફી પીતા હોય છે, પરંતુ હવે આ જ કોફી પાવડરનો ઉપયોગ મચ્છરોને ભગાડવા માટે પણ કરી શકાય છે. તમારા ઘરમાં જે પણ જગ્યાએ પાણી ભેગું થતું હોય છે ત્યાં કોફી પાવડર નાખવાથી મચ્છરોને ભગાડી શકાય છે. આ સિવાય કોફી બીન્સને બાળીને ધુમાડો કરવાથી પણ મચ્છરોનો ત્રાસ દૂર થાય છે.
ધુમાડો: આ સાથે જ ધુમાડો કરવાથી પણ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. પહેલાના જમાનામાં લોકો ધુમાડો કરીને જ મચ્છર ભગાડતા હતા. આ માટે માત્ર એક દીવો લઈને તેમાં ગોબરના ગોળા નાખીને કપૂરનો ટુકડો નાખી તેને સળગાવી દો. ત્યારબાદ તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી દો, જેથી મચ્છર તરત જ ભાગી જશે.
લસણનો સ્પ્રે બનવવો:
મચ્છરોના ત્રાસ ઘટાડવા માટે લસણનો સ્પ્રે પણ વાપરી શકાય છે. આ માટે તમારે ફક્ત લસણની છાલ કાઢી તેને પીસવાનું રહેશે. ચાર પાંચ લસણને પીસીને તેનો સ્પ્રે તૈયાર કરવાથી મચ્છરોને ભગાડી શકાય છે.
આ દરેક ઉપાયો મચ્છરોને ભગાડવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જેથી જો તમારા ઘરમાં પણ મચ્છરોનો ત્રાસ હોય તો આ ઉપાયો ગળવાથી દૂર કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.