મોટાભાગના યુવાનોનું સપનું હોય છે કે તેમની સરકારી નોકરી લાગી જાય. લોકો દિવસ-રાત તેને લીધે મહેનત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી મહેનતની સાથે સાથે તમારું ભાગ્ય પણ નોકરી રોજગાર અને પ્રભાવિત કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી મેળવવા માંગતો હોય તો તેને સૂર્ય દેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવને પ્રસન્ન કરવાથી સૂર્ય ગ્રહ મજબુત થાય છે. તેના ફળ સ્વરૂપે સરકારી નોકરીના અવસર બને છે. જો સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો લગ્નની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા ઉપાયો પણ કરવા જોઇએ.
મેષ રાશિ: મેષ રાશિના જાતકોને સૂર્ય યંત્ર બનાવી હંમેશાં પોતાની પાસે રાખવું જોઈએ. સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ. રોજ સવારે પહેલા ગોળ ખાવ.
વૃષભ રાશી: આ રાશિના જાતકોને સૂર્યોદયથી પહેલાં ઊઠવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્ય દેવને જળ ચડાવો. સૂર્ય ગાયત્રીનો પાઠ કરો.
મિથુન રાશિ: આ રાશિના જાતકોએ રવિવારના રોજ ઉપવાસ કરવો જોઈએ. તે દિવસે મીઠું ન ખાવું જોઈએ. ગોળનું વધુમાં વધુ સેવન કરો. સૂર્ય સ્ત્રોતનો પાઠ કરો.
કર્ક રાશિ: આ રાશિના જાતકોએ સૂર્યશ્ટકનો પાઠ કરવો જોઈએ. રવિવારે બાર વાગ્યે ઘઉ દાન કરો. શક્ય હોય તો પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિને ગોળનું દાન કરો.
સિંહ રાશી: સિંહ રાશિના જાતકોને સોનાની વીંટી પહેરવી જોઈએ. રવિવારના દિવસે વ્રત કરો. સૂર્ય કથાનો પાઠ કરો. સંભવ હોય તો ગોળનું દાન કરો.
કન્યા રાશિ: રોજ સૂર્ય ઊગ્યા પહેલાં સ્નાન કરી લો. ત્યારબાદ એક લોટામાં પાણી નાંખી તેમાં હળદર અને ગોળ મેળવો. આ જળ સૂર્ય દેવને અર્પણ કરો. ત્યારબાદ સૂર્ય દેવ સ્તુતિનો પાઠ કરવો જોઈએ.
તુલા રાશિ: તુલા રાશિના જાતકોએ સૂર્યદેવના મંત્રોનો પાઠ કરવો જોઈએ. રવિવારની સવારે સ્નાન કર્યા બાદ બ્રાહ્મમુહૂર્તમાં સૂર્યના પ્રકાશ માં બેસીને સૂર્ય મંત્રનો જાપ કરો.
વૃષીક રાશિ: સૂર્ય સ્ત્રોતનો પાઠ કરો. સૂર્યદેવને રવિવારના સવારે અર્પણ કરો. ઘરમાં વડીલોની સેવા કરો. શક્ય હોય તો ગોળ અવશ્ય ખાવ.
ધન રાશિ: ધન રાશિના જાતકોએ સૂર્ય કલ્પ વિધાનનો પાઠ કરવો જોઈએ. સાથે જ નારંગી રંગના સિંદૂર વડે સૂર્ય યંત્ર બનાવી પોતાના ખિસ્સામાં રાખો. ટૂંક સમયમાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે.
મકર રાશિ: આ રાશિના જાતકોએ સૂર્ય સત્વરાજનો પાઠ કરવો જોઈએ. વિશેષ કરીને આ પાઠ રવિવારના રોજ જરૂર કરો. વડીલોની સેવા કરો. પિતા સાથે સમય પસાર કરો
કુંભ રાશિ: તમારા હાથમાં નારંગી રંગનો દોરો ધારણ કરો. રોજ સવારે સૂર્ય સ્ત્રોતનો પાઠ કરો. પ્રયત્ન કરો કે પરિવારજનો સાથે સારા સબંધ બનેલા રહે. રોજ સવારે સૌથી પહેલા ગોળ ખાવ.
મીન રાશિ: આ રાશિના જાતકોએ સૂર્ય દેવની ઉપાસના કરવી જોઈએ. રોજ સવારે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરો. તેમના મંત્રોનો જાપ કરો. સૂર્ય યંત્ર બનાવી પોતાની પાસે રાખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en