ભારત દેશમાં ઘણા લાંબા સમયથી જુદા જુદા પ્રકારના સિક્કાઓ અને નોટનો ઉપયોગ થઇ રહ્યો છે. જેમ જેમ સમય વીતતો ગયો તે મુજબ સિક્કા અને નોટનો આકાર અને તેમની ડીઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રૂપિયા 500 અને 1000ની નોટ વર્ષ 2016માં બંધ કરી દેવામાં આવી હતી. આ અગાઉ કેટલાક સિક્કાઓ અને નોટ ચલણમાંથી બહાર થઇ ચુક્યા છે. જેમાં 25 પૈસા અને 50 પૈસાના સિક્કાનો પણ સમાવેશ થાય છે.
પાવલી(ચવન્ની) નું ચલણ 2011માં પૂરું થઇ ચુક્યું છે. ત્યારબાદ આવનારા સમયમાં લોકો 50 પૈસાના સિક્કાને લેવાનું બંધ કરી દેતા હતા. સરકાર દ્વારા હજુ તેમનો વપરાશ બંધ કરી દેવામાં આવે તેવી જાહેરાત પહેલા જ લોકોએ તેમનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. લોકોના કહ્યા અનુસાર મોંઘવારી વચ્ચે 50 પૈસાનો સિક્કો બેકાર હતો. ત્યારબાદ તે ધીમે ધીમે ચલણમાંથી હતી ગયો. જયારે હાલના સમયમાં આ બેકાર સિક્કો તમને લખપતિ બનાવી શકે છે.
સેકન્ડહેન્ડ ચીજોની વેચાણ માટે જાણીતી સાઈટ OLX પર 1 લાખ રૂપિયામાં 50 પૈસાના સ્ટીલના સિક્કા વેચાઈ રહ્યા છે. આ સિક્કાની ખાસ વાત એ છે કે વર્ષ 2011માં બનાવવામાં આવ્યા હતા. આ 25 પૈસાના સિક્કા હાલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સિક્કાઓ ઓનલાઈન સાઈટ પર એક લાખમાં વેચાઈ રહ્યા છે. જો તામી પાસે પણ આ સિક્કાઓ છે તો તમે પણ તેમને વેચીને લખપતિ બની શકો છો.
જો તમારી પાસે પણ 50 પૈસાનો સિક્કો છે તો તમે તેમને ઘરબેઠા જ વહેચી શકો છો. OLX જેવી સાઈટ પર તમે સેલર તરીકે જોઈન કરવાનું ઓપ્શન આપવામાં આવે છે. તમારે તેમના પર વેચાણકર્તા તરીકે રજીસ્ટર્ડ કરવું પડશે. ત્યારબાદ તમારી પાસે રહેલ સિક્કાનો ફોટો પાડીને અપલોડ કરો અને તેમને વેચાણ પર મૂકી દો. સમગ્ર દુનિયામાં એવા ઘણાય લોકો છે જે જુનના સિક્કાઓ ભેગા કરવાનું કામ કરે છે. જો કોઈની નજર તમેં કરેલી જાહેરાત પર જશે તો તેઓને ખરીદવામાં રસ જાગશે અને તે વ્યક્તિ તમારો સંપર્ક કરશે. ઓનલાઈન પેમેન્ટ બાદ તમે આ સિક્કો તેને કૂરિયર દ્વારા મોકલી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.