અમદાવાદની (Ahemdabad) સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલમાં મંગળવારે સવારે ડોક્ટર દંપતિના વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો.ત્યારબાદ ત્યાં પોલીસ પણ આવી પહોંચી હતી. શાહીબાગના પોલીસ અધિકારી આ કેસમાં પુરુષ અને તેની પત્ની અરજીના આધારે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે.
ઉપરાંત તેઓએ જણાવ્યું કે આ દંપતીએ 2004માં લગ્ન કર્યા હતા પરંતું તે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 2015માં જ્યારે દંપતિનું વાડજમાં રહેવા ગયું ત્યારે તેની પત્નીએ પણ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંને અલગ રહેવાનું નક્કી કર્યું હતું.
આ વાત પછી તેઓ નો મોટો પુત્ર તેના પિતા સાથે અને નાનો પુત્ર તેના માતા સાથે રહે છે. આ સમય દરમ્યાન તેમના નાના પુત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જેથી તેને મંગળવારે કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળક એડ્રેસનોલ્યુકો ડિસ્ટ્રોફી થી પીડાય છે.જે એક આનુવંશિક બીમારી છે જે ચેતાતંત્ર અને મૂત્રપિંડ પાસેથી જે પણ ગ્રંથિઓ નીકળતી હોય તેને સીધી અસર કરે છે.
તેમના પિતાએ આ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો એ બાબતે વાંધો ઉઠાવ્યો અને દાવો કર્યો કે તેને આ અંગે કોઈ પણ જાણ કરવામાં ન આવી હતી. તેઓની ફરિયાદ પ્રમાણે જ્યારે તેઓ પોતાના જ પુત્રને મળવા માટે સ્પેશ્યલ રૂમમાં ગયા ત્યારે તેમની પત્નીએ દરવાજો ખોલવામાં ઘણો સમય લગાડી દીધો.
દરવાજો ખોલવામાં વાર લાગી જેથી તેના પતિને શંકા જાગી. પછી તેની પત્નીએ તે રૂમનો દરવાજો ખોલ્યો અને તેનો પતિ એ રૂમમાં આમતેમ જોવા લાગ્યો ત્યારબાદ તેના પતિએ તે રૂમ ના બાથરૂમ નો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેને હોસ્પિટલના બીજા સ્ટાફને બોલાવ્યા અને બાથરૂમનો દરવાજો તોડ્યો. ત્યારબાદ અંદરથી એક કલાક જે તેની પત્ની નો પ્રેમી હતો તે બહાર નીકળ્યો. આ આખી વાત તેની પત્નીએ પોતાની એફઆઇઆરમાં દર્શાવી છે.
ઉપરાંત તેના પતિ એક આરોપ લગાવ્યો કે તેની પત્ની અને ક્લાર્કે મળીને સ્પેશ્યલ રૂમમાં તેના ઉપર હુમલો કર્યો હતો. અને બીજી બાજુ આપણે જોવા જઈએ તો મહિલાએ એવું લખાવ્યું છે કે તેણે ક્લાર્ક પાસે દવાઓ મંગાવી હતી અને ક્લાર્ક તે દવાઓ લેવા માટે રૂમ માં આવ્યો હતો.પોલીસે ત્યાંના લોકો અને તેમના આડોશી પાડોશીને પૂછપરછ કરી અને કહ્યું કે ક્લાર્ક અને તેમની પત્નીનું અફેર ચાલતું હતું પરંતુ સાચી હકીકત હજી બહાર નથી આવી એ અમે જલ્દીથી તમારી સામે લાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.