હાલ કોરોના મહામારી ભારતમાં અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે એવું હાલની પરીસ્થિતિ જોઇને માલુમ પાડી રહ્યું છે. એક સમય એવો હતો કે જયારે એમ કહેવાતું હતું કે આજે 500 થી 1000 કેસો નોંધાતા હતા, પણ હાલના સમયમાં દરરોજ 700 થી 800 લોકોના કોરોનાથી મોત થઇ રહ્યા છે. આવી પરીસ્થીતી જોતા માલુમ પડી રહ્યું છે કે, કોરોનાથી પરિસ્થિતિ દિવસેને દિવસે કફોડી બનતી દેખાઈ આવે છે.
કોરોના સમયે ભગવાન બની ને આવેલા ડોકટરો દિવસ રાત મહેનત કરીને કેટકેટલાય કોરોનાગ્રસ્ત લોકોને સાજા કર્યા અને પોતાના ઘરે મોકલ્યા હતા. હવે જેમની પરીસ્થિતિ ખુબ ગંભીર હતી તેવા લોકોને ડોકટરો ન પણ બચાવી શક્યા. આવા સમયે ડોકટરો અને હોસ્પિટલોમાં સેવા બજાવતા દરેક લોકો અને ત્યાના સ્ટાફનો આપણે દરેક લોકોએ ખુબ ખુબ આભાર માનવો જોઈએ કે પોતે દિવસ રાત કોરોનાગ્રસ્ત લોકો વચ્ચે રહીને દરેકની કાળજી લેતા હોય છે અને બધાને સાજા કરવાની પૂરે પૂરી મહેનત કરતા હોય છે. આ તમામ લોકોને આપણે દરેક ભારતીયોએ દિલથી સલામ કરવી જોઈએ.
એકતરફ ડોકટરો ભગવાન બની લોકોની કોરોનાથી રક્ષા કરી રહ્યા છે અને બીજીતરફ લોકોને બચાવતા બચાવતા પોતે જ કોરોનાની લડાઈમાં દેશ અને લોકો માટે શહીદ થઇ જતા હોય છે. કોરોના ભારતમાં જ્યારથી આવ્યો ત્યારથી ભારતમાં કેટલાય ડોકટરો અને હોસ્પિટલોમાં કામ કરતા લોકોના કરુણ મોત થયા છે અને પોતાના પરિવારને એકબાજુ મૂકી જે ડોકટરોએ બીજાના જીવ બચાવવાના વચન લઈને પોતે કોરોના વચ્ચે હોસ્પીટલમાં કામ કરી પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા તમામ ડોકટરોને દિલથી નમન કરવું જોઈએ.
અહિયાં પણ એવા જ એક કોરોના વોરીયર્સ બનેલા ડોક્ટરનું કોરોનાથી મૃત્યુ થયું છે અને દેશ માટે દેશના લોકો માટે આજે તેઓ શહીદ થયા છે. આપણા સમાજમાં કોઈ નાની ઉંમરના વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે લોકોને સૌથી વધુ દુઃખ થતું હોય છે. તો આ ડોક્ટરની ઉંમર માત્ર 34 વર્ષની જ હતી, જે પોતે કોરોના સામે લોકોને બચાવતા બચાવતા શહીદ થયા છે. કોરોના સામે લડી રહેલા આ ડોક્ટરનું નામ ડો. હિતેશ લાઠીયા હતું. જેમની ઉંમર વર્ષ માત્ર 34 વર્ષની હતી જેઓ કોરોના સામે લડતા લડતા દેશમાટે શહીદ થયા છે. ડો. હિતેશ લાઠીયા વિનસ હોસ્પીટલ(Venus Hospital)માં પોતાની ફરજ બનાવી રહેલા હતા. ડો. હિતેશ લાઠીયાના કરુણ મોતથી તેમના પરિવારજનો ખુબ જ દુઃખની લાગણી અનુભવ્યા છે. તો આજે આપણે ડો. હિતેશ લાઠીયાની આત્માને શાંતિ મળે, અક્ષરધામનું સુખ મળે અને કુટુંબી જનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એ માટે પ્રાર્થના કરીશું…ઓમ શાંતિ…- મયુર લખાણી, સુરત (ત્રિશુલ ન્યુઝ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP