સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટે ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ દુનિયાને કહ્યું અલવિદા- માતાનું હૈયાફાટ રુદન

ગુજરાત: સુરત (Surat) માં સ્મીમેર હોસ્પિટલ (Schmeier Hospital) ની મહિલા રેસિડેન્ટ તબીબે ઈન્જેક્શન (Injection) ના ઓવરડોઝથી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ…

ગુજરાત: સુરત (Surat) માં સ્મીમેર હોસ્પિટલ (Schmeier Hospital) ની મહિલા રેસિડેન્ટ તબીબે ઈન્જેક્શન (Injection) ના ઓવરડોઝથી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જીગીશા પટેલ (Jigisha Patel) નો મૃતદેહ મળી આવ્યો હતો. રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવી રહ્યું નથી.

આપને જણાવી દઈએ કે, રેસિડેન્ટ તબીબની માતા ક્વાર્ટર જતા પહેલા મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતી રહી હતી. છેવટે જ્યારે માતા દીકરી જીગીશાને મરણ હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કરતા જણાવ્યું હતું કે, મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો છે.

ક્વાર્ટરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો:
મૂળ મહુવામાં આવેલ કરચેલીયા ગામની 26 વર્ષની જીગીશા કનુભાઈ પટેલ શહેરની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા સૌપ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી તેમજ ગાયનેક વિભાગમાં કામ કરી રહી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી. આજે ક્વાર્ટરના રૂમમાંથી જીગીશાનો મૃતદેહ મળ્યો હતો. જીગીશાએ હાથમાં ઇન્જેક્શન વડે વધારે પડતો ઓરવડોઝ લઈને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારમાં શોકનો માહોલ છવાયો:
આપઘાત કરનાર જીગીશાના માતા-પિતા બંને શિક્ષક છે. પરિવારમાં કુલ બે બહેનો છે કે, જેનાં પૈકી એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશાએ ગત રોજ પરિવારની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. આ દરમિયાન આજે જીગીશાએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દીકરીનો મૃતદેહ જોઈ માતાનું હૈયાફાટ રૂદન:
ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. પરિવારને મોબાઈલ સ્વીચઓફ કર્યાની સવારે જાણ થઈ હતી. જીગીશાની માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી ત્યારે એના પહેલાં જ તેણીને ફાળ પડી હતી કે, જેથી તે દીકરીના ક્વાર્ટર જતા પહેલા મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતી હતી.

મને નાનામાં નાની વાતો પણ કહેતી હતી: પિતા
જીવન ટૂંકાવી લેનાર જીગીશા પટેલના પિતા કનુભાઈએ કહ્યું હતું કે, જીગીશા તેના જીવનની કોઈપણ નાનામાં નાની પળો અથવા તો વાતો કરતી હતી. તેઓ કોઈપણ વાતો મારાથી છુપાવતી ન હતી. શનિવારની રાત્રે કનુભાઈએ જીગીશા સાથે વાતચિત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી તેમજ તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *