સ્પ્લેન્ડર પર આવ્યા બે બદમાશ અને ધોળે દિવસે જાહેરમાં કાર રોકીને ડોક્ટર દંપતીની હત્યા- ક્લિક કરી જુઓ વિડીયો

રાજસ્થાનના ભરતપુરમાં શુક્રવારે ધોળે દહાડે ગોળી મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હજુ ગઈ કાલે જ ભરતપુરના સાંસદ પર હુમલો થયો હતો અને બીજા જ દિવસે આ ઘટના પણ બની છે, આવી સ્થિતિમાં રાજ્યમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે.

બદમાશોમાં પોલીસનો ડર સમાપ્ત થઈ ગયો હોય એમ અને ગુનેગારોની બહાદુરીતા એટલી વધી ગઈ હતી કે બાઇક પર બે યુવકો માસ્ક વિના રસ્તાની વચ્ચે ધસી આવ્યા હતા અને ડૉક્ટર દંપતીની હત્યા કરી નાખી. બીજી તરફ ભાજપે રાજ્યની કાયદો અને વ્યવસ્થાને લઈને સરકારને ઘેરી લીધી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, શુક્રવારે ભરતપુરના લીમડા ગેટ વિસ્તારમાં ધોળે દિવસે તબીબ દંપતીની હત્યા કરાઈ હતી. ઘટના સમયે ડો.સુદીપ ગુપ્તા અને તેની પત્ની સીમા ગુપ્તા કારમાં ક્યાંક જતા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા બે યુવકોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે તે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બંનેના મૃતદેહને ભરતપુરની આરબીએમ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. હાલમાં હુમલાખોરો અંગેની કંઇપણ પુષ્ટિ મળી શકી નથી. ડૉક્ટર સીમા ગુપ્તા પર 2 વર્ષ પહેલા પતિ સુદીપ ગુપ્તાની ગર્લફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ હતો.

ઘટના સમયે ડૉ સુદીપ અને તેના પત્ની સીમા શ્રી રાધા ચોકડી તરફ જઇ રહયા હતા. આ દરમિયાન નીમ દા ગેટ પાસે બે હત્યારાઓએ તેમની કારની સામે બાઇક અટકાવી હતી. કાર અટકાવ્યા બાદ બદમાશ બાઇક પરથી નીચે ઉતર્યો હતો અને કાર ચલાવતા ડૉક્ટર પાસે પહોંચ્યો હતો અને કાચ નીચે ઉતરાવ્યો હતો અને પછી અચાનક ગોળીબાર કર્યો હતો. ફાયરિંગનો અવાજ સાંભળીને સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે હત્યાના કારણો અંગે કંઇ સ્પષ્ટતા કરી નથી.

ડોક્ટર દંપતીની હત્યાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે બે યુવાનોએ ડોકટર દંપતીની કાર સામે બાઇક મૂકી હતી. બાઇક પરથી ઉતરી કાર નીચે કરાવીને અને પછી પિસ્તોલ કાઢીને ડોકટર સાથે કઈક બોલાચાલી કરતા નજરે પડે છે. આ પછી, ડૉક્ટર અને તેની પત્નીને ગોળી મારે છે. બંને બદમાશો ગોળીબાર કર્યા બાદ તેઓ બાઇક ઉપર બેસીને પિસ્તોલ લહેરાવતા નાસી છૂટયા હતા. હાલમાં પોલીસે ફૂટેજના આધારે બંને બદમાશોની ઓળખ શરૂ કરી છે.

રાજસ્થાન પોલીસે દાવો કર્યો છે કે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તોફાનીઓના હથિયારો સાથે મુક્તપણે ભટકવું પોલીસ પર સવાલો ઉભા કરે છે. એક દિવસ અગાઉ અહીં સાંસદ પર હુમલો થયો હતો. આજે ડોક્ટર દંપતીની હત્યાથી રાજ્યના કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે હત્યા બાદ પણ બંને બદમાશો આરામથી છટકી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *