સુરત સિવિલમાં કોરોના સામેની લડાઈમાં ડોક્ટરોનો સાથ આપી રહ્યા છે આમ આદમી પાર્ટીના કોરોના વોરીયર્સ- જાણો વિગતવાર

કોરોના મહામારીએ હાલ સુરત શહેર સહીત ગુજરાતભરમાં આતંક મચાવ્યો છે. ગઈકાલે જ રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. હાલ જોવા જઈએ તો પરિસ્થિતિ એટલી ખરાબ બની છે કે, લોકો દિવસેને દિવસે કોરોનાનો ભોગ બની રહ્યા છે. અને આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ખરેખર એક સમયે કરોડોના પેટ ભરતું સુરત આજે એક-એક શ્વાસની ભીખ માંગી રહ્યું છે, આફતને અવસરમાં બદલતું એ આજકાલ ભયાનક અજગરના ભરડામાં આવી ગયું છે.

સુરતમાં દિવસેને દિવસે એટલા કેસ વધી રહ્યા છે કે, આંકડો જાણીને પણ લોકોમાં દર ઉભો થઇ રહ્યો છે. જે સ્મશાન 12 કલાક ખુલ્લું રહેતું હતું એ આજે 24 એ કલાક શરુ રહેવા લાગ્યું છે. તો આ જોઇને તમે વિચારી શકો કે, કેટલી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે સુરત સહિતના દરેક શહેરો.

આવા સમય વચ્ચે સિવિલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં સ્ટાફ ઘટી રહ્યા છે, એકતરફ આખું શહેર કોરોનાથી લડી રહ્યું છે અને બીજીબાજુ તબીબો જીવના જોખમે લોકોને બેઠા કરવા દિનરાત કોરોના વચ્ચે રહીને લોકોની સારવાર કરી રહ્યા છે. આવા સમયમાં પણ ઈન્જેકશનના નામે નેતાઓ રાજનીતિ કરી રહ્યા છે અને હમણાં હમણાં જ ગુજરાતમાં પોતાની નવી પાર્ટીના પાયા નાખીને ભવ્ય શરૂઆત કરનાર ‘આપ’ દ્વારા કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજ રોજ એટલે કે, તારીખ 11-04-21 અને રવિવારના રોજ ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે આપ યુથ સુરત પ્રમુખ પંકજ ધામેલીયાની આગેવાનીમાં ચાર ડોકટર અને બે મહિલા નર્સ સાથે 50 થી વધુ આમ આદમી પાર્ટીના યુવાનો કોરોનાના દર્દીની સેવા જેવી કે દર્દીઓ ને ઉત્સાહ વધારવો, દર્દીઓને ટિફિન પોહચડવા, દર્દીઓના ડાયપર ચેન્જ કરવા, દર્દીઓને તેમના સગા સંબંધીઓ સાથે ફોન પર વાત કરાવવી વગેરે સેવા કરવા માટે યુવાનો જોડાયા હતા. આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, AAP સુરત શહેર યુથ વિંગ પ્રમુખ પંકજ ઘામેલીયા, દર્શિત કોરાટ સહિતના પદાઘીકારીઓ અને 30 થી વધુ કાર્યકર્તાઓ સુરતની સિવીલ હોસ્પિટલ ખાતે આવેલ COVID-19 સેન્ટરમાં સેવામાં જોડાયા છે.

વધુમાં પંકજ ધામેલીયા એ જણાવ્યું હતું કે, સુરત હંમેશા સેવા માટે આગળ રહ્યું છે આજે સુરતને બચાવવા માટે બધા જ લોકો એ એકબીજા ની મદદની જરૂર છે. સિવિલમાં હાલ સ્ટાફની અછત છે અને કોરોનાના કહેર ખતરનાક છે. સિવિલમાં ખૂબ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે, ત્યારે દર્દીઓને અગવડતા ના પડે અને દર્દીઓ જલ્દી થી સારા થાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. એકતરફ અન્ય પાર્ટીના નેતાઓ કોરોનો વચ્ચે પણ લોકોના જીવ સાથે રમીને રાજનૈતિક સટ્ટો રમી રહ્યા છે અને બીજીતરફ આપ પાર્ટીના યુવા કાર્યકર્તાઓએ જીવના જોખમે કોરોના ગ્રસ્ત લોકોની સેવા કરવાનો અદ્ભુત નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *