ઘણીવાર વાર લોકો પોતાની ખુશી માટે એવું કરે છે કે જેના લીધે બિચારા મૂંગા પશુઓનો જીવ જોખમમાં મૂકી દે છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં એક યુટ્યુબરે એક કુતરનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.
તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આવેલ એક વિસ્તારમાંથી એક યુટ્યુબરનાં જોખમ ભર્યા કાર્યને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના દરમિયાન યુટ્યુબર આરોપી ગૌરવ શર્માએ તેના પાલતું શ્વાનને હાઇડ્રોજન ભરેલા ફુગ્ગાથી હવામાં ઉડાડ્યું હતું. સાથે તેમનો એક વિડીઓ પણ બનાવ્યો હતો અને તેમણે આ વિડીયોને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ ફરિયાદ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી યુટ્યુબર ગૌરવ જ્હોનેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
View this post on Instagram
દિલ્હીના યુટ્યુબર ગૌરવ જ્હોને પોતાના પાલતું કુતરાને ફુગ્ગા સાથે બાંધી તેમની યુટ્યુબ ચેનલ પર વિડીઓ અપલોડ કર્યો હતો. યુટ્યુબર ગૌરવની ચેનલ પર ચાર મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. ત્યાર બાદ આ વિડીઓ ખુબ વાયરલ થયો હતો. ત્યાર બાદ PFA સંસ્થાએ આરોપી યુટ્યુબર ગૌરવ સામે પશુ ક્રુરતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી ગૌરવ અને તેની માતા વિરુદ્ધ આઈપીસીની કલમ 188, 269, 34 અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે, દિલ્હી પોલીસે આ કાર્ય કરવા પર માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુટ્યુબર ગૌરવ જ્હોનેની ધરપકડ કરવામાં આવી છે.
જોકે આ વિડીઓની ભારે ટીકા થયા બાદ તેમણે વિડીઓને ડીલીટ કરી નાખ્યો હતો અને તેમણે સલામતીનાં તમામ પગલાની સંભાળ લીધી હતી. ત્યાર બાદ તેમણે આ સંપૂર્ણ ઘટના વિશે માફી માંગી હતી અને કહ્યું હતું કે પાલતું પ્રાણી સાથે તે પોતાના બાળકોની જેમ વર્તે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.