હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ ગર્વ થશે. ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે, ગામમાં રહેતા શ્વાન કરોડપતિ છે. દર વર્ષે આ શ્વાન લાખો રૂપિયાની કમાણી પણ કરતાં હોય છે. ગામના શ્વાન પાસે એટલી સંપત્તિ છે કે, ગામમાં તમામ શ્વાનના ભાગે એક-એક કરોડ રૂપિયા આરામથી આવી શકે છે.
તમને આ વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ આ વાત કોઈ અફવા નથી પરંતુ હકીકત છે. કરોડપતિ શ્વાન જે ગામમાં રહે છે તે ગામ મહેસાણા જિલ્લામાં આવેલ પંચોટ ગામ છે. આ ગામમાં મઢની પતિ કુતરિયા ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. આ ટ્રસ્ટની પાસે અંદાજે 70 જેટલાં શ્વાન છે.
આ ટ્રસ્ટના નામ પર જે જમીન છે તે જમીનની એક વીઘાની અંદાજે કિંમત 3.5 કરોડ રૂપિયા છે તેમજ ટ્રસ્ટની પાસે કુલ 21 વીઘા જમીન છે. પંચોટ ગામમાં એવી પરંપરા ચાલી રહી છે કે, ગામમાં રહેલ શ્વાનના ભરણપોષણ માટે ગામના લોકો પોતાની જમીનનું દાન કરતા હતા. આ પરંપરામાં શ્વાનને દાન મળેલી છે 21 વીઘા જમીન.
આ જમીન બાયપાસ રોડ પર આવી હોવાને લીધે તેની અંદાજીત કિંમત 70 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ટ્રસ્ટની પાસે જે 21 વીઘા જમીન છે તે એક વર્ષ માટે લોકોને વાવણી માટે આપવામાં આવે છે. જ્યારે આ જમીન વાવણી કરવા માટે આપવામાં આવે છે તેની પહેલા બેંક દ્વારા ટ્રસ્ટની જમીનના પ્લોટની હરાજી કરવામાં આવે છે.
હરાજીમાં જે વ્યક્તિ સૌથી વધુ બોલી લગાવે છે તેમને 1 વર્ષ માટે આ જમીનમાં ખેતી કરવાનો હક આપવામાં આવે છે. હરાજીમાં ટ્રસ્ટને 1 લાખ રૂપિયા મળે છે. આ 1 લાખ રૂપિયાનો ઉપયોગ ટ્રસ્ટની પાસે રહેલા કુલ 70 જેટલા શ્વાનોના ભરણપોષણ માટે કરવામાં આવે છે.
આ ગામમાં શ્વાનના ભરણપોષણ માટે જમીન આપવાની પ્રથાની શરૂઆત થઈ હતી ત્યારે જમીનના ભાવ ખૂબ ઓછા હતા. જેને લીધે લોકો આસાનીથી પોતાની જમીનનું દાન કરતા હતા પણ હાલનાં સમયમાં જમીનના ભાવ ખૂબ જ વધારે છે ત્યારે લોકો હવે જમીનનું દાન કરી રહ્યા નથી.
હાલમાં ટ્રસ્ટ પાસે જમીન છે તે કરોડો રૂપિયાની જમીન છે. જે લોકોએ વર્ષો પહેલા જમીનનું દાન કર્યું છે તેઓ પણ હવે પોતાની જમીન માંગી રહ્યા નથી. આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ છગન પટેલનું માનવું છે કે, 70થી 80 વર્ષ અગાઉ ગામમાં પટેલ ખેડૂતોના એક સમૂહ ગામમાં જમીનનું રાખોલું કરવાની શરૂઆત કરી હતી.
70 વર્ષ અગાઉ ટ્રસ્ટ પાસે આ જમીન આવી હતી. હાલમાં જમીનના ભાવમાં વધારો થવાં લાગ્યા છે ત્યારથી લોકો જમીનનું દાન આપતા નથી પણ ભલે હવે લોકોની આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સામાજિક કામ માટે જે લોકોએ પોતાની જમીન દાનમાં આપી છે તેઓ હવે જમીન પાછી લેતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle