અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લગભગ 200 અબજ અમેરિકન ડૉલરની ચાઇનીઝ વસ્તુઓ પર લાદવામાં આવનારી જકાત વધારી દેવાશે.
ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી વાતચીત ‘બહુ જ ધીમી ગતિએ’ આગળ વધી રહી છે,
ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, “10 મહિનાથી ચીન 50 અબજ ડૉલરની વસ્તુઓ પર અમેરિકાને 25 ટકા અને 200 અબજ ડૉલરની વસ્તુઓ પર 10 ટકા કર ચૂકવી રહ્યું છે.”
“આપણાં અર્થતંત્રનાં સારાં પ્રદર્શન માટે આ રકમ મહત્ત્વની છે. આ દસ ટકા કરને વધારીને શુક્રવારે 25 ટકા કરી દેવાશે.”
આ પહેલાં ચીન સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહીને વર્ષના પ્રારંભમાં ટ્રમ્પે જકાતમાં વધારો કરવાનો ઇન્કાર કરી દીધો હતો.