કોલગર્લ સાથે અનૈતિક સબંધ રાખવા ડોનાલ્ડ ટ્રમ્પને પડ્યા મોંઘા- ચુપ રહેવા ચૂકવ્યા કરોડો રૂપિયા?

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોર્ન સ્ટારને લગભગ કુલ 33 લાખ રૂપિયા ચુકવવા પડશે. અમેરિકાની એક અદાલતે આ આદેશ આપ્યો છે. સ્ટોર્મી ડેનિયલ્સ નામનાં પોર્ન સ્ટારનું કહેવું છે, કે તેનું ટ્રમ્પની સાથે અફેર હતું. જો, કે ટ્રમ્પે આ વાતનો ઇનકાર કર્યો છે.

CNN નાં રિપોર્ટ અનુસાર ટ્રમ્પ પર 41 વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો કેસ રદ કરાયો હતો. હવે કોર્ટે કહ્યું છે, કે ટ્રાયલ દરમિયાન ડેનિયલ્સ દ્વારા ખર્ચવામાં આવેલ નાણાં ટ્રમ્પને ચૂકવવા પડશે.

કેલિફોર્નિયાની કોર્ટે ટ્રમ્પને કુલ 33 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. ડેનિયલ્સનાં વકીલે કોર્ટના નિર્ણયની જાણકારી આપી હતી. ચુકાદા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ ટ્વીટ કર્યું – હા, એક વધુ જીત!

ટ્રમ્પની સામે કેસ કર્યા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ એક પુસ્તક પણ લખ્યું હતું. જેમાં તેણે ટ્રમ્પ સાથેનાં તેના સંબંધની વિશે ખુલ્લેઆમ લખ્યું હતું. આ પુસ્તકની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.

ડેનિયલ્સએ કહ્યું, કે ટ્રમ્પ સાથેનાં કથિત સંબંધ પછી તેને ચૂપ રહેવાં માટે પૈસા આપવામાં આવ્યા હતા. આની માટે સમજૂતી પણ થઈ હતી. એમને ટ્રમ્પનાં વકીલની પાસેથી આશરે કુલ 97 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ડેનિયલે દાવો કર્યો હતો, કે વર્ષ 2006 માં ટ્રમ્પ સાથે તેનું અફેર હતું. જો, કે ટ્રમ્પે આ વાતનો વારંવાર ઇનકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *