વતનની વહારે સેવાના સૈનિકો: એમ્બ્યુલન્સ સહિત કોરોના રાહત સામગ્રીનું કર્યું દાન

સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે. આ સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે નથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો. ત્યારે આવા કપરા કાળમાં ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્થા કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરવા આગળ આવે છે. ત્યારે સુરત શહેરમાં “ચાલો જઈએ વતનની વ્હારે ચાલો સૌરાષ્ટ્ર” ની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સત્તત વધી રહ્યું છે ત્યારે ગામડાઓની સેવા માટે એક સેવાયજ્ઞ શરૂ કરવાના હેતુસર મોટી સંખ્યામાં ઉધોગપતિઓ અને યુવાનો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. કોરોના સંક્રમિત તમામ ગામડાઓમાં મેડિકલની સુવિધાઓથી લઈને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જયારે અમરેલી, ભાવનગર અને જુનાગઢ જીલ્લામાં હંગામી ધોરણે કોવીડ સેન્ટરની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ હવે શહેર પછી ગામડાઓમાં ખુબ જ પ્રસરી રહ્યું છે. ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી મૃત્યુઆંક માં પણ વધારો થયો છે. જેને લીધે ગામના લોકો ગંભીર પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. ત્યારે આજ રોજ સવારે ગારીયાધાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ એક એમ્બ્યુલન્સ વીથ ઓકિસજન વાન ઉપયોગ મા આપવામા આવી. અને વોર્ડ મા દીન પ્રતીદીન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક સુધીર વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી.

ત્યારબાદ હાસ્યકલાકાર પોપટભાઇ માલઘારી ના સંકલન બાદ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ, યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની , સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામા ગ્રુપ ના ક્રુણાલ રામાણી, ધ્રુવ કસવાલા, મયુર જસાણી, શૈલેશ સવાણી અને સુદામા ગ્રુપ ટીમ તળાજા ખાતે જવા રવાના થયા.

હાસ્યકલાકાર પોપટભાઇ ની સાથે જગવિખ્યાત સાહીત્ય કલાકાર માયાભાઇ આહીર સાથે તળાજા મુકામે આઇસોલેશન સેન્ટર ની મુલાકાત લેવામા આવી અને સુરત દ્વારા બનીવાને પ્રાઇવેટ કાર ઓકિસજન એમ્બ્યુલન્સ જોઇને માયાભાઇ એ સેવાકાર્ય કરતા આ તમામ યુવાનોને બીરદાવ્યા હતા. તળાજા આઇસોલેશન સેન્ટર ખાતે કેન્સરના નિષ્ણાંત ડો. મહેન્દ્ર સરવૈયા દ્વારા કોરોના ના દર્દીઓ માટે આયુર્વેદીક માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું છે.

અને સુરત થી સૌરાષ્ટ્ તરફ વતનને વ્હારે આવ્યા તેવી જાણ થતા માયાભાઇ આહીર દ્વારા યુવાનોને અભિનંદન પાઠવવામા આવ્યા અને સમગ્ર તળાજા ના તમામ આઇસોલેશન સેન્ટર પર માયાભાઇ સાથે રહી દર્દીઓ સાથે વાર્તાલાપ અને ડોકટરો ને જરુર પડતા સાધનો અને દવાઓ વીશે ચર્ચા કરી. ત્યાર બાદ સમગ્ર ટીમ અલંગ ખાતે રેડ ક્રોસ બેંક દ્વારા નિશુલ્ક ચાલતી હોસ્પિટલની મુલાકાત લેવામા આવી. સેવા ના કાર્યમા માયાભાઇ આહીર દ્વારા દરેક સેન્ટર પર જરુરી દવાઓ અને ફ્લોમીટર આપવામા આવે છે. દરેક જગ્યા સેન્ટર પર સેન્ટર આયોજકો સાથે વાર્તાલાપ કરી વધુમા વધુ પોઝીટીવ દર્દી સાથે પોઝીટીવ વાતાવરણ ફેલાવી વહેલી તકે સ્વસ્થ થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *